કોરોના@ઉ.ગુ: મહેસાણામાં 14 કેસ સામે 42 દર્દી સાજા થયાં, પાટણમાં નવા 5 કેસ

અટલ સમાચાર, મહેસાણા કોરોના મહામારી વચ્ચે આજે પાટણ અને મહેસાણા જીલ્લામાં 19 કેસ સામે આવ્યા છે. આ તરફ રાહતના સમાચાર એ કહી શકાય કે, આજે મહેસાણા જીલ્લામાં નવા 42 દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તરફ આજે નોંધાયેલા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપવા તથા સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝ કરવાની કવાયત આરોગ્ય
 
કોરોના@ઉ.ગુ: મહેસાણામાં 14 કેસ સામે 42 દર્દી સાજા થયાં, પાટણમાં નવા 5 કેસ

અટલ સમાચાર, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે આજે પાટણ અને મહેસાણા જીલ્લામાં 19 કેસ સામે આવ્યા છે. આ તરફ રાહતના સમાચાર એ કહી શકાય કે, આજે મહેસાણા જીલ્લામાં નવા 42 દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તરફ આજે નોંધાયેલા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપવા તથા સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝ કરવાની કવાયત આરોગ્ય તંત્ર દ્રારા શરૂ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં નવા 14 કેસ સામે 42 દર્દી સાજા થયા

મહેસાણા જીલ્લા માટે આજે થોડા રાહતના સમાચાર કહી શકાય કે, આજે જીલ્લામાં નવા 42 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તરફ આજે મહેસાણા શહેરમાં 1 અને તાલુકાના દેદીયાસણમાં 1, ઊંઝા શહેરમાં 3, ઊંઝા તાલુકાના મક્તુપુર, પળી અને શીહિંમાં 1-1, વિસનગર શહેરમાં 2, વિસનગર તાલુકાના રાણીસણામાં 1, વિજાપુરમાં 1 અને વિજાપુરના જંત્રાલમાં 1 અને બેચરાજીના ગાંભુમાં 1 મળી નવા 14 કેસ સામે આવ્યા છે.

પાટણ જીલ્લામાં નવા 5 કેસ

કોરોના@ઉ.ગુ: મહેસાણામાં 14 કેસ સામે 42 દર્દી સાજા થયાં, પાટણમાં નવા 5 કેસ

પાટણ જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ડબલ આંકડામાં સામે આવતાં કેસો વચ્ચે આજે થોડી રાહત મળી હોય તેમ માત્ર 5 કેસ નોંધાયા છે. આજે સિધ્ધ્પુર શહેરમાં 1, તાલુકાના તાવડીયામાં 1, પાટણ શહેરમાં 2 અને સરસ્વતી તાલુકાના સરીયદ ગામે 1 મળી નવા 5 કેસ સામે આવ્યા છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન અંતર્ગત તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવાની કવાયત હાથ ધરી છે.