કોરોનાઃ પામોલની વિધવા બહેનોએ મુખ્યમંત્રી ફંડમાં આપ્યા રૂ. 35,000

અટલ સમાચાર, મહેસાણા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સમગ્ર વિશ્વમાં તેની કામગીરી ચાલી રહી છે. સમગ્ર વિશ્વમાં સરકાર ધ્વારા ૩ મે ૨૦ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અનેક લોકોને આવા કપરા સમયમાં મદદરૂપ બની રહે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા. સૌ કોઇ આ લડતમાં ફુલ નઇ પણ ફુલની પાંખડી આપીને સેવાના ભાગરૂપે
 
કોરોનાઃ પામોલની વિધવા બહેનોએ મુખ્યમંત્રી ફંડમાં આપ્યા રૂ. 35,000

અટલ સમાચાર, મહેસાણા

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સમગ્ર વિશ્વમાં તેની કામગીરી ચાલી રહી છે. સમગ્ર વિશ્વમાં સરકાર ધ્વારા ૩ મે ૨૦ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અનેક લોકોને આવા કપરા સમયમાં મદદરૂપ બની રહે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા. સૌ કોઇ આ લડતમાં ફુલ નઇ પણ ફુલની પાંખડી આપીને સેવાના ભાગરૂપે મદદરૂપ બને છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વિજાપુર તાલુકાના પામોલ ગામની વિધવા બહેનોએ અનોખી સેવા કરી અન્ય લોકો માટે પ્રેરણા પૂરી પાડી છે. દેશભરમાં આવેલ આ સંકટની ઘડીમાં સામાન્ય લોકો જે રીતે મદદ કરી રહ્યા છે તે ખરેખર પ્રંશસનીય કામગીરી છે. આવી વિકટ પરીસ્થિતિમાં સેવાભાવી સંસ્થાઓ તથા અનેક લોકો સરકારની વહારે આવી ને સરાહનીય કામગીરી કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પાર પાડી રહ્યા છે. પામોલ ગામની ૬૮ જેટલી વિધવા બહેનો કે જેમને રાજ્ય સરકાર તરફથી દર મહિને વિધવા પેન્શન યોજના હેઠળ પેન્શન મળે છે.

મહેસાણા જિલ્લામાં આવેલ પામોલ ગામની ગંગા સ્વરૂપ બહેનોએ રાજ્ય સરકારને મદદરૂપ થવા તેમને મળેલ વિધવા પેન્શનની રકમ રૂ. ૩૫,૦૦૦/-નો ચેક વિજાપુર મામલતદાર અને પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં આપી સરકારને મદદરૂપ બન્યા છે.