આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

જીલ્લામાં પુરતાં પ્રમાણમાં ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શન પુરા પાડવા રજૂઆત

પાટણ જીલ્લામાં કોરોનાના વધતાં કેસો વચ્ચે મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. આ તરફ હવે પાટણના કોંગ્રેસી ધારાસભ્યએ વિવિધ મુદ્દે વડાપ્રધાનને પત્ર લખ્યો છે. જેમાં જીલ્લામાં પુરતાં પ્રમાણમાં ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શન પુરા પાડવા રાજ્ય સરકારને સુચના આપવા રજૂઆત કરી છે. આ સાથે જો જીલ્લાને પુરતો જથ્થો નહીં મળે તો ઉપવાસ આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક હોઇ ધારાસભ્યએ વડાપ્રધાનને પત્ર લખ્યો છે. પાટણના કોંગ્રેસી ધારાસભ્ય ડો.કિરીટ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, પાટણ જીલ્લામાં માત્ર હોસ્પિટલોમાં દાખલ હોય તેવા દર્દીઓને જ ઓક્સિજન આપવામાં આવે છે. આ તરફ ઘરે સારવાર લઇ રહેલાં દર્દીને ઓક્સિજન પુરો પાડવામાં નહીં આવતો હોઇ ઓક્સિજનની બોટલો ભરાવવામાં ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે. જેથી સરકાર આ તમામ દર્દીઓ માટે હોસ્પિટલોની વ્યવસ્થા કરે અથવા જીલ્લાની તમામ હોસ્પિટલો અને હોમ ક્વોરેન્ટાઇન દર્દીઓને પુરતાં પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તેવી વ્યવસ્થા કરે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ધારાસભ્યએ જીલ્લાની ચિંતાજનક સ્થિતિને લઇ અગાઉ રાજ્ય સરકારને રજૂઆત કર્યા બાદ હવે છેક વડાપ્રધાનને રજૂઆત કરી છે. ધારાસભ્યએ પત્રમાં ઉમેર્યુ છે કે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જરૂરીયાત કરતાં મોડાં ઇન્જેક્શનનો જથ્થો મળતો હોઇ મૃત્યુદર પણ વધુ ઉંચકાયો છે. આ સાથે ધારપુર હોસ્પિટલ ખાતે 150 બેડ તૈયાર હોવા છતાં ઓક્સિજનના અભાવે શરૂ કરી શકાયા ન હોવાની વાત પણ કરી છે. જેથી ધારપુર ખાતે તાત્કાલિક પુરતા પ્રમાણમાં સ્ટાફની અને ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે. જોકે જીલ્લામાં આ મામલે ટુંક સમયમાં કોઇ હકારાત્મક પગલાં નહીં ભરવામાં આવે તો ના છુટકે ઉપવાસ આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code