MLA ખેડાવાલાને કોરોના પોઝિટીવ, શૈલેષ પરમાર-ગ્યાસુદ્દીન શેખ હોમ ક્વોરન્ટાઇન

અટલ સમાચાર,ડેસ્ક કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો ગઇકાલે કોરોના પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યો હતો. જેને લઇને ઇમરાન ખેડાવાલા જેને મળ્યા હોય તેને શોધી તંત્ર ક્વોરન્ટાઇન કરી રહ્યું છે. જેને લઇને કોંગ્રેસના અન્ય બે ધારાસભ્ય શૈલેષ પરમાર અને ગ્યાસુદ્દીન શેખને હાલ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો અમદાવાદના જમાલપુરના ધારાસભ્ય
 
MLA ખેડાવાલાને કોરોના પોઝિટીવ, શૈલેષ પરમાર-ગ્યાસુદ્દીન શેખ હોમ ક્વોરન્ટાઇન

અટલ સમાચાર,ડેસ્ક

કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો ગઇકાલે કોરોના પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યો હતો. જેને લઇને ઇમરાન ખેડાવાલા જેને મળ્યા હોય તેને શોધી તંત્ર ક્વોરન્ટાઇન કરી રહ્યું છે. જેને લઇને કોંગ્રેસના અન્ય બે ધારાસભ્ય શૈલેષ પરમાર અને ગ્યાસુદ્દીન શેખને હાલ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારે હવે શૈલેષ પરમાર અને ગ્યાસુદ્દીન શેખ હોમ ક્વોરન્ટાઈન થયા છે. કોંગ્રેસના આ બન્ને ધારાસભ્યો ઇમરાન ખેડાવાલાના સંપર્કમાં આવ્યા હતા.

મંગળવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી બેઠકમાં બન્ને શૈલેષ પરમાર અન ગ્યાસુદ્દીન શેખ ઇમરાન ખેડાવાલા સાથે હાજર રહ્યા હતા. ત્યારે હવે ઇમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા બન્ને ધારાસભ્યો 14 દિવસ ક્વોરન્ટાઈનમાં રહેશે.