કોરોના@રાજકોટઃ રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજની તબિયત નાજુક

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને તેમના પુત્ર અંશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 15 દિવસ બાદ તેમની સ્થિતિ હજુ પણ ગંભીર છે. જેથી વધુ સારવાર માટે અમદાવાદથી ડોક્ટોરોની ટીમને રાજકોટ સિવિલ મોકલવામાં આવી હતી. પરંતુ તબીયતમાં કોઈ સુધારો ન હોવાને કારણે સુરતથી
 
કોરોના@રાજકોટઃ રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજની તબિયત નાજુક

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને તેમના પુત્ર અંશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 15 દિવસ બાદ તેમની સ્થિતિ હજુ પણ ગંભીર છે. જેથી વધુ સારવાર માટે અમદાવાદથી ડોક્ટોરોની ટીમને રાજકોટ સિવિલ મોકલવામાં આવી હતી. પરંતુ તબીયતમાં કોઈ સુધારો ન હોવાને કારણે સુરતથી ચાર ડોક્ટરોની ટીમ મોડી રાત્રે વિશેષ વિમાન થકી રાજકોટ પહોચ્યા હતા. જેમાં ધારાસભ્ય હર્ષ સંઘવી પણ સામેલ હતા. આ તમામ ડોક્ટરો ચેસ્ટ ફિઝિશ્યન હોવાની સાથે પોતાની ફિલ્ડમાં નિષ્ણાંત હોવાથી સરકારે તેમનો સંપર્ક કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગત 31 ઓગસ્ટના રોજ રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ સહિત પરિવારના 4 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાંથી તેમની પુત્રી અને પુત્રને હોમ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા હતા. જ્યારે સાંસદને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 15 દિવસથી તબીબો તેમની સારવાર કરી રહ્ના છે તેમ છતાં તેમના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળતો નથી. જેના કારણે ગઇકાલે ચાર્ટર્ડ ફ્લાઇટ મારફતે અમદાવાદના ત્રણ ડોક્ટરની ટીમ સાથે કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ રાજકોટ આવી પહોંચ્યા હતા.

અમદાવાદથી આવેલા ડો. અતુલ પટેલ, ડો. તુષાર પટેલ અને ડો.આનંદ શુક્લ દ્વારા અભય ભારદ્વાજની ટ્રિટમેન્ટ કરવામાં આવશે. હાલ અભય ભારદ્વાજને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.દરમિયાન મંગળવારે મોડી રાત સુધી અભય ભારદ્વાજની તબિયતમાં કોઈ સુધારો ન થતા સરકાર દ્વારા સુરતના નિષ્ણાંત ચેસ્ટ ફિઝિશ્યનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેથી ડો. સમીર ગામીની આગેવાનીમાં ચાર ડોક્ટરોની ટીમ તૈયાર કરવામાં આવી હતી. જેમાં ડો. સમીર ગામી સાથે ડો. હરેશ વસ્ïત્રપરા, ડો. કલ્પેશ ગજેરા અને ડો. નિલયનો સમાવેશ થાય છે. આ ટીમ સાથે સરકારના પ્રતિનિધિ તરીકે મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી પણ ચાર્ટડ ફલાઈટ દ્વારા રાજકોટ જવા નીકળ્યા હતા.