આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે PM CARES FUNDમાં 500 કરોડની ગ્રાન્ટની જાહેરાત કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સોમવારે આ અંગે માહિતી આપી હતી. RIL દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, PM CARES FUNDમાં 500 કરોડ ઉપરાંત કંપની મહારાષ્ટ્ર અનેગુજરાતના મુખ્યમંત્રી રાહત ભંડોળમાં 5-5 કરોડ રૂપિયાની સહાયતા પણ આપશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ ઉપરાંત કંપનીએ જાહેરાત કરી હતી કે આગામી 10 દિવસ સુધી આરઆઈએલ દ્વારા રોજ 5 લાખ લોકોને ભોજન આપવામાં આવશે. કુલ 50 લાખ લોકોને રિલાયન્સ ભોજનની વ્યવસ્થા કરાવશે. રિલાયન્સ 1 લાખ માસ્ક અને હજારો પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ (પીપીઇ) પણ તૈયાર કરી રહી છે. જેથી દેશના આરોગ્ય કર્મચારીઓનું ધ્યાન રાખી શકાય. રિલાયન્સ પહેલાથી જ ઇમરજન્સી વાહનોમાં ફ્યુઅલ અને ડબલ ડેટા પ્રદાન કરી રહી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ‘અમને વિશ્વાસ છે કે ભારત જલદીથી કોરોના વાયરસ દુર્ઘટના પર વિજય મેળવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આખી ટીમ સંકટની આ ઘડીમાં દેશની સાથે છે અને કોવિડ -19 સામેની આ લડત જીતવા માટે તમામ સહાયતા કરશે. રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અધ્યક્ષ નીતા અંબાણીએ કહ્યું કે, ‘જેમ જેમ રાષ્ટ્ર કોવિડ -19 રોગચાળો સામે લડવા માટે એક થયો છે, તેમ રિલાયન્સ ફાઉન્ડેશન પોતાના દેશવાસીઓ અને મહિલાઓ સાથે મજબૂતી સાતે ઉભું છે, ખાસ કરીને એવા લોકો માટે કે જેઓ પ્રથમ પંક્તિમાં લડતા હોય છે. અમારા ડોક્ટરો અને કર્મચારીઓએ ભારતની પ્રથમ કોવિડ -19 હોસ્પિટલ સ્થાપવામાં મદદ કરી છે અને અમે કોવિડ -19 ની સ્ક્રીનીંગ, પરીક્ષણ, નિવારણ અને સારવારમાં સરકારને સમર્થન આપવા પ્રતિબદ્ધ છીએ.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code