કોરોના@સાબરકાંઠા: પોઝીટીવ દર્દીનુ મોત, 1 મહિલાને ચેપ લાગતાં ફફડાટ

અટલ સમાચાર,હિંમતનગર સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના બે કેસ પોઝિટીવ નોંધાયા છે. સાંપડ ગામના યુવક અને આગીયોલ ગામની મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સાંપડના યુવકને કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જેથી યુવકનું મોત થયુ છે. તો આગીયોલ ગામની મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
કોરોના@સાબરકાંઠા: પોઝીટીવ દર્દીનુ મોત, 1 મહિલાને ચેપ લાગતાં ફફડાટ

અટલ સમાચાર,હિંમતનગર

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના બે કેસ પોઝિટીવ નોંધાયા છે. સાંપડ ગામના યુવક અને આગીયોલ ગામની મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સાંપડના યુવકને કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જેથી યુવકનું મોત થયુ છે. તો આગીયોલ ગામની મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના સાંપડ ગામના યુવકનો રીપોર્ટ પોઝિટીવ આવતા સારવાર બાદ ફરી રીપોર્ટ નેગેટીવ આવતા રજા આપવામાં આવી હતી. જોકે ફરી એકવાર યુવકને કોરોનાનો ચેપ લાગતા તેનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. આ સાથે આગીયોલ ગામની મહિલાનો કોરોના રીપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. મહિલાને હાલ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના ત્રણ કેસ આવતા સારવાર બાદ એ લોકોને બીજા રીપોર્ટ નેગેટીવ આવતા રજા આપી દેવાઈ હતી. અને સાબરકાંઠા જીલ્લો કોરોના મુક્ત બન્યો હતો. જોકે કોરોનાનો ભોગ બનેલો પ્રાંતિજ તાલુકાના સાંપડ ગામનાં યુવાનને ફરીથી ચેપ લાગ્યો હતો. અને તે દરમિયાન તેનું મોત થયું. ત્યારે જિલ્લામાં ફરીવાર કોરોનાના કેસ દેખાતા તંત્ર હરકતમાં આવ્યું છે.