કોરોનાથી બચવા લોકોએ આલ્કોહોલ પીધો 300ના મોત, 1000 હૉસ્પિટલમાં દાખલ

અટલ સમાચાર, ડેસ્ક દુનિયાભરમાં કોરોના વાયરસને દહેશત મચાવી દીધી છે. વિશ્વભરમાં કોરોનાનાં કારણે 5,32,262 લોકો સંક્રમિત થયા છે અને 24,090 લોકોનાં મોત થયા છે. ઇરાનમાં પણ સ્થિતિ અત્યંત ખરાબ કરી દીધી છે. મોતનાં કબ્રસ્તાન બનેલા ઈરાનમાં હવે લોકો કોરોના વાયરસથી બચવા જાતજાતનાં ઉપાય અપનાવી રહ્યા છે તેવામાં ઈસ્લામિક દેશ ઈરાનમાં ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પીનારા 300થી વધુ
 
કોરોનાથી બચવા લોકોએ આલ્કોહોલ પીધો 300ના મોત, 1000 હૉસ્પિટલમાં દાખલ

અટલ સમાચાર, ડેસ્ક

દુનિયાભરમાં કોરોના વાયરસને દહેશત મચાવી દીધી છે. વિશ્વભરમાં કોરોનાનાં કારણે 5,32,262 લોકો સંક્રમિત થયા છે અને 24,090 લોકોનાં મોત થયા છે. ઇરાનમાં પણ સ્થિતિ અત્યંત ખરાબ કરી દીધી છે. મોતનાં કબ્રસ્તાન બનેલા ઈરાનમાં હવે લોકો કોરોના વાયરસથી બચવા જાતજાતનાં ઉપાય અપનાવી રહ્યા છે તેવામાં ઈસ્લામિક દેશ ઈરાનમાં ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પીનારા 300થી વધુ લોકો મોતને ભેટ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ લોકોએ સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા દાવાને સાચો માન્યો અને પોતાનો જીવ ગુમાવ્યો. ઈરાનની રાજધાની તહેરાનમાં મીડિયા અહેવાલોમાં ગરમાવો જોવા મળ્યો છે. 300થી વધુનાં મોત અને 1,000 લોકો આ ઉંટવૈદુનાં કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈરાનમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ઉંટવૈદુનાં મેસેજે લોકોના જીવ લઈ લીધા છે.

ઈરાનમાં લોકોએ કથિત રીતે મેંથોલ ગટગટાવી અને ઉંટવૈદુ શરૂ કર્યુ હતુ જેના કારણે કેટલાક લોકોએ આંખો ગુમાવી છે તો કેટલાકના જીવ ગયા છે. રિપબ્લીક ઑફ ઈરાનમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 2200 લોકોનાં મોત થયા છે જ્યારે સમગ્ર દેશમાં 29,000 સંક્રમિત થયા છે.