કોરોના: ધો-9 અને 11ના વિદ્યાર્થીઓની એલસીમાં આ શબ્દનો ઉલ્લેખ નહીં કરાય

અટલ સમાચાર, ડેસ્ક કોરોનાને પગલે આ વર્ષે ધોરણ એકથી આઠ તેમજ ધોરણ 9 અને 11માં વાર્ષિક પરીક્ષાઓ લેવામાં આવી નથી અને રાજ્ય સરકાર દ્વારા માસ પ્રમોશન આપવાનું જાહેર કરાયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માત્ર પ્રમોશન અંગેનો કરાયેલો પરિપત્ર બદલવામાં આવ્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો વિદ્યાર્થીઓના એલસીમાં માસ પ્રમોશન શબ્દનો
 
કોરોના: ધો-9 અને 11ના વિદ્યાર્થીઓની એલસીમાં આ શબ્દનો ઉલ્લેખ નહીં કરાય

અટલ સમાચાર, ડેસ્ક

કોરોનાને પગલે આ વર્ષે ધોરણ એકથી આઠ તેમજ ધોરણ 9 અને 11માં વાર્ષિક પરીક્ષાઓ લેવામાં આવી નથી અને રાજ્ય સરકાર દ્વારા માસ પ્રમોશન આપવાનું જાહેર કરાયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માત્ર પ્રમોશન અંગેનો કરાયેલો પરિપત્ર બદલવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વિદ્યાર્થીઓના એલસીમાં માસ પ્રમોશન શબ્દનો ઉલ્લેખ કરવામાં નહીં આવે. અગાઉ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડીઈઓને કરેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, વિદ્યાર્થીને આપવામાં આવનાર એલસીમાં રીમાર્કની કોલમમાં માસ પ્રમોશનથી પાસ કરેલ તે ઉપર ચડાવેલ તેવું લખવુ કે આ પ્રકારની નોંધ કરવી.

આ ઉપરાંત બોર્ડ દ્વારા ગ્રેસિંગના નિયમમાં એક મહત્ત્વનો સુધારો કરાયો છે. આચાર્યને દસથી વધુ કૃપા ગુણ આપવાની છૂટ આપવામાં આવી છે. અત્યાર સુધી બોર્ડના નિયમ મુજબ જો વિદ્યાર્થી મેડિકલ સહિતના કારણોસર પરીક્ષા ના આપી શકયો હોય કે અગાઉની પરીક્ષાઓના તેમજ હાજરીના માર્કસમાં એવરેજ માર્ક્સ મુજબ 33 ટકા પણ ન લાવી શકે તો આચાર્ય તે વિદ્યાર્થીને 10  કૃપા ગુણથી ગ્રેસિંગ તરીકે આપીને પાસ કરી શકતા હતા. પરંતુ બોર્ડે નિયમમાં સુધારો કરીને કૃપા ગુણની મર્યાદા રદ્દ કરી છે.