કોરોના: વેક્સીનને લઈને WHOએ આપી આ મોટી ચેતવણી

અટલ સમાચાર, ડેસ્ક WHOના ઈમરજન્સી એક્સપર્ટસ માઈક રેયાને બુધવારે જણાવ્યુ કે, વેક્સીનઆટલી માત્રામાં ઉપલબ્ધ નહિ થાય કે તમામને લગાવી શકાય. આપણે કોરોનાના પ્રસારને રોકવા માટે હાલના ઉપાયોને ચાલુ રાખવા પડશે. કોરોના સંકટમાં આગામી કેટલાક મહિનાઓ સુધી રાહત મળવાની આશા નથી. ભલે વેક્સીન માર્કેટમાં આવી ન જાય. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનુ માનવુ છે કે, વેક્સીન પર્યાપ્ત માત્રામાં
 
કોરોના: વેક્સીનને લઈને WHOએ આપી આ મોટી ચેતવણી

અટલ સમાચાર, ડેસ્ક

WHOના ઈમરજન્સી એક્સપર્ટસ માઈક રેયાને બુધવારે જણાવ્યુ કે, વેક્સીનઆટલી માત્રામાં ઉપલબ્ધ નહિ થાય કે તમામને લગાવી શકાય. આપણે કોરોનાના પ્રસારને રોકવા માટે હાલના ઉપાયોને ચાલુ રાખવા પડશે. કોરોના સંકટમાં આગામી કેટલાક મહિનાઓ સુધી રાહત મળવાની આશા નથી. ભલે વેક્સીન માર્કેટમાં આવી ન જાય. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનુ માનવુ છે કે, વેક્સીન પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ નહિ થાય કે તમામને ટીકા લગાવી શકાય. તેથી કોરોનાનો ખતરો તો યથાવત જ રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સોશિયલ મીડિયા ઈવેન્ટમાં બોલતા માઈક રેયાને કહ્યું કે, વેક્સીન તૈયાર થયા બાદ પણ આપણે તેવી આશા ન રાખવી જોઈએ કે કોરોનાનો ખતરો ઓછો થઈ જશે. કેમ કે, શરૂઆતમાં પર્યાપ્ત સંખ્યામાં વેક્સીનું ઉત્પાદન મુશ્કેલ છે. તેથી કોરોનાથી બચવા માટે આપણે સોશિયલ ડિસ્ટન્સિગ, માસ્ક લગાવવા જેવા ઉપાયોનો અમલ ચાલુ રાખવો જોઈએ.

WHO એ નવેમ્બરના મધ્ય સુધી હ્યુમન ટ્રાયલ સ્ટેજમાં 49 કેન્ડીડેટ વેક્સીનની ઓળખ કરી છે. બ્રિટન દ્વારા ફાઈઝર અને બાયોટેકની કોરોના વેક્સીનના ઉપયોગને મંજૂરી આપ્યા બાદ ખુશી જાહેર કરતા રેયાને કહ્યું કે, આ બહુ જ સારા ખબર છે, પરંતુ આપણે રોકાવુ ન જોઈએ. આપણે 3-4 વેક્સીન વધુ જોઈએ.