કોરોનાઃ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 379 થયા, સૌથી વધુ અમદાવાદમાં

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં સતત કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. આણંદ જિલ્લાના ખંભાતમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે આણંદ જિલ્લામાં 5 જ્યારે રાજ્યમાં કુલ 379 પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, ક્લસ્ટર કરવામા આવેલા વિસ્તારોની સાથે સાથે હવે ભરૂચ જેવા નવા જિલ્લાઓમાં પણ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. ગુજરાતમાં કુલ
 
કોરોનાઃ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 379 થયા, સૌથી વધુ અમદાવાદમાં

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં સતત કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. આણંદ જિલ્લાના ખંભાતમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે આણંદ જિલ્લામાં 5 જ્યારે રાજ્યમાં કુલ 379 પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, ક્લસ્ટર કરવામા આવેલા વિસ્તારોની સાથે સાથે હવે ભરૂચ જેવા નવા જિલ્લાઓમાં પણ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસ 379 થયા છે. જ્યારે 19 લોકોના મોત નીપજ્યા છે. તો 33 લોકો સાજા થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત આરોગ્ય સચિવ જંયતિ રવિએ પત્રકાર પરિષદ યોજીને છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના પોઝિટિવ કેસ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 116 કેસ નવા કોરોનાના નોંધાયા હતા. સવાર સુધી 46 કેસ પોઝિટિવ આવ્યા હતાં જ્યારે સવારથી અત્યાર સુધી નવા 70 કેસ આવતા કુલ 116 કેસ 24 કલાકમાં નોંધાયા હતાં.

હાલ ગુજરાતમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ સર્વે કરી રહ્યાં છે તે દરમિયાન 60,000 લોકો તાવ-શરદી-કફ જેવાં ઇન્ફ્લુએન્ઝા બિમારીના લક્ષણોવાળા જણાયાં હતાં. તો શ્વસનતંત્રની ગંભીર બિમારીઓ ધરાવતાં પણ કેટલાંક લોકો ધ્યાને આવ્યાં છે. આવાં લોકો પર આરોગ્યવિભાગની ખાસ નજર રહેશે. આ તમામ દર્દીઓને સંપૂર્ણપણે હોમ ક્વોરન્ટાઇનનું પાલન કરવાની સલાહ અપાઇ છે.