કોરોના વાયરસઃ ચીનમાં એક દિવસમાં 254ના મોત ચેપી લોકોની સંખ્યા 59,804

અટલ સમાચાર, ડેસ્ક સરકારી સમાચાર એજન્સી સિન્હુઆ પ્રમાણે સ્થાનીક સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે, હુબેઈ પ્રાંતમાં બુધવારે રેકોર્ડ 242 લોકોના જીવ ગયા જ્યારે આ દિવસે 15 હજાર નવા મામલા સામે આવ્યા છે. એજન્સી પ્રમાણે બે મહિનાથી વધુ સમય પહેલા ફેલાયેલા કોરોના વાયરસના કારણે અત્યાર સુધી જીવ ગુમાવનારની સંખ્યા ગુરૂવારે 1367 થઈ ગઈ છે. આ સિવાય તેનાથી
 
કોરોના વાયરસઃ ચીનમાં એક દિવસમાં 254ના મોત ચેપી લોકોની સંખ્યા 59,804

અટલ સમાચાર, ડેસ્ક

સરકારી સમાચાર એજન્સી સિન્હુઆ પ્રમાણે સ્થાનીક સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે, હુબેઈ પ્રાંતમાં બુધવારે રેકોર્ડ 242 લોકોના જીવ ગયા જ્યારે આ દિવસે 15 હજાર નવા મામલા સામે આવ્યા છે. એજન્સી પ્રમાણે બે મહિનાથી વધુ સમય પહેલા ફેલાયેલા કોરોના વાયરસના કારણે અત્યાર સુધી જીવ ગુમાવનારની સંખ્યા ગુરૂવારે 1367 થઈ ગઈ છે. આ સિવાય તેનાથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 59,804 પહોંચી ગઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચીનમાં આવેલા ભયાનક કોરોના વાયરસથી એક દિવસમાં રેકોર્ડ 254 લોકોના મોત થયા છે. તેમાંથી મોટા ભાગના મોત વાયરસથી સૌથી વધુ પ્રભાવિત હુબેઈ પ્રાંતમાં થયા છે. ચેપી લોકોની સંખ્યા વધીને લગભગ 60 હજાર થઈ ગયા છે. ચીન બાદ જાપાનમાં કોરોના વાયરસથી સૌથી વધુ 203 મામલા સામે આવ્યા છે. તેમાંથી મોટા ભાગના લોકોને વાયરસના ચેપની પુષ્ટિ થયા બાદ ક્રૂઝમાં રાખ્યા છે, જેમાં બે ભારતીય છે.

ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ ગુરૂવારે કહ્યું કે, તેને શિનજિયાંગ પ્રોડક્ટ્સ અને કન્સ્ટ્રક્શન કોર્પ્સ તરફથી 15,152 નવા મામલા અને 254 લોકોના મોતનો રિપોર્ટ મળ્યો છે. તેમાંથી 242 મોત હુબેઈ પ્રાંતમાં થઈ છે. વિદેશામાં વાયરસના મામલાની સંખ્યા 440 થઈ ગઈ છે. તેનાથી ફિલિપિન્સમાં એક વ્યક્તિનું મોત થયું છે.