કોરોના વાયરસ: વડોદરામાં આર્મીના 3 તાલીમાર્થી જવાન પોઝિટિવ

અટલ સમાચાર, ડેસ્ક વડોદરામાં આર્મીના ત્રણ તાલીમાર્થી જવાનોને કોરોના વાયરસનો ચેપ લાગતા હડકંપ મચ્યો છે. શહેર કોરોના વાયરસ સામે મક્કમ મનોબળે લડી રહ્યું છે ત્યારે આ સમાચારે ભારે ચર્ચા જગાવી છે. જવાનોને ચોંકાવનારી જગ્યાએથી ચેપ લાગ્યો હોવાનું અનુમાન થયું છે. જોક, મહત્ત્વની બાબત એ છે કે જવાનોના સંપર્કમાં આવેલા 16 વ્યક્તિની ઓળખ કરી તેમને પણ
 
કોરોના વાયરસ: વડોદરામાં આર્મીના 3 તાલીમાર્થી જવાન પોઝિટિવ

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરામાં આર્મીના ત્રણ તાલીમાર્થી જવાનોને કોરોના વાયરસનો ચેપ લાગતા હડકંપ મચ્યો છે. શહેર કોરોના વાયરસ સામે મક્કમ મનોબળે લડી રહ્યું છે ત્યારે આ સમાચારે ભારે ચર્ચા જગાવી છે. જવાનોને ચોંકાવનારી જગ્યાએથી ચેપ લાગ્યો હોવાનું અનુમાન થયું છે. જોક, મહત્ત્વની બાબત એ છે કે જવાનોના સંપર્કમાં આવેલા 16 વ્યક્તિની ઓળખ કરી તેમને પણ તાત્કાલિક ક્વૉરન્ટીન કરી દેવાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોગ્ય વિભાગને આશંકા છે કે આ જવાનો સીધી રીતે કોઈ બહારના ચેપગ્રસ્ત લોકોને મળ્યા નથી ત્યારે ATMમાંથી ચેપ લાગ્યો હોવાની આશંકા છે. જવાનોએ એટીએમમાં પૈસા ઉપાડવા માટે જોખમ ખેડ્યું હોય તેવામાં ચેપ લાગી ગયો હોવાની આશંકા છે. આ તમામ જવાનો વડોદરાના EMEમાં તાલિમ લેવા માટે આવ્યા હતા અને મૂળે મધ્યપ્રદેશના રહેવાસી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ જવાનો વડોદરા શહેરના હરણી રોડ પર આવેલી સેનાની EME સ્કૂલમાં તાલિમ લઈ રહ્યા છે. આ ત્રણ તાલીમાર્થીઓએક એક જ દિવસમાં એક જ ATMમાંથી પૈસા ઉપાડ્યા હતા એટલે ATMમમાંથી ચેપ લાગ્યો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. હવે તપાસઅધિકારીઓ ATMના CCTV પણ ચેક કરશે