કોરોના વાયરસઃ દુનિયામાં 2.5 કરોડ લોકોની નોકરીઓ ઉપર ખતરો

અટલ સમાચાર, ડેસ્ક આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને ચેતવણી આપતા કહ્યું છે કે, દુનિયાભરમાં આર્થિક સંકટ આવી શકે છે. જેમાં લોકોની નોકરીઓ મુશ્કેલીમાં આવી શકે છે. ILOના જણાવ્યા પ્રમાણે કંપનીઓને કમર્ચારીઓ માટે ખાસ પગલાં ઉઠાવવા પડશે. જેમાં સામાજિક સુક્ષા, કામનો સમય ઓછો કરવો, પેડ લીવ આપવી વગેરેનો સમાવેશ થાય છે. સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સી પ્રમાણે કોરોના વાયરસ
 
કોરોના વાયરસઃ દુનિયામાં 2.5 કરોડ લોકોની નોકરીઓ ઉપર ખતરો

અટલ સમાચાર, ડેસ્ક

આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને ચેતવણી આપતા કહ્યું છે કે, દુનિયાભરમાં આર્થિક સંકટ આવી શકે છે. જેમાં લોકોની નોકરીઓ મુશ્કેલીમાં આવી શકે છે. ILOના જણાવ્યા પ્રમાણે કંપનીઓને કમર્ચારીઓ માટે ખાસ પગલાં ઉઠાવવા પડશે. જેમાં સામાજિક સુક્ષા, કામનો સમય ઓછો કરવો, પેડ લીવ આપવી વગેરેનો સમાવેશ થાય છે.

સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સી પ્રમાણે કોરોના વાયરસ મહામારીના કારણે દુનિયાભરમાં લગભગ 25 મિલિયન નોકરીઓ ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે. જો સરકારોને ઝડપથી કોઈ કારગર પગલાં નહીં ઉઠાવે અને આ અંગે યોગ્ય પોલિસી ન બનાવે તો બેરોજગારી વધારે વધશે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO)એ ચેતવણી આપતા કહ્યું છે કે, દુનિયાભરમાં આર્થિક સંકટ આવી શકે છે. જેમાં લોકોની નોકરીઓ મુશ્કેલીમાં આવી શકે છે. ILOના જણાવ્યા પ્રમાણે કંપનીઓને કમર્ચારીઓ મામટે ખાસ પગલાં ઉઠાવવા પડશે. જેમાં સામાજિક સુક્ષા, કામનો સમય ઓછો કરવો, પેડ લીવ આપવી વગેરેનો સમાવેશ થાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ILOએ પ્રસ્તાવ છે કે કેટલાક સેક્ટર્સમાં કામ કરનાર લોકોને નાણાંકિય સહાયતા પણ મળવી જોઈએ. જોકે, આઈએલઓએ એ પણ કહ્યું છે કે 2008-09 દરમિયાન મંદી દરમિયા આંતરરાષ્ટ્રીય નીતિગત પગલાં ઉઠાવવામાં આવે તો બેરોજગારી ઓછી કરી શકાય છે. રિપોર્ટ પ્રમાણે કોરોના વાયરસના કારણે બેરોજગારી વધી રહી છે. અને મોટા પ્રમાણમાં બેરોજગારી વધવાની આશા છે. કારણ કે વાયરસને ફેલવાના આર્થિક પરિણામ કામના કલાકો અને વેતનમાં કાપમાં ફેરવાઈ જાય છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોના વાયરસનો કહેર આખી દુનિયામાં દહેશત મચાવી રહ્યો છે. દુનિયાભરમાં કુલ 2 લાખથી વધારે લોકો કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. જ્યારે 8953 લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી પીટીઆઈએ એએફપીના હવાલેથી કહ્યું છે કે, ઈટાલીમાં બુધવારે કુલ 475 લોકોના મોત થયા છે. આ એક દિવસમાં કોરોના વાયરસથી મોતનો આંકડો દુનિયામાં સૌથી મોટો છે.