સૂર્યના કિરણોથી થોડીક મિનિટમાં ખતમ થઈ જાય છે કોરોના વાયરસ: વૈજ્ઞાનિકો

અટલ સમાચાર,ડેસ્ક કોરોના વાયરસને લઈને દુનિયાભરમાં એવો સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે શું ગરમીમાં વાયરસનું સંક્રમણ આપ મેળે ખતમ થઈ જશે. આ સવાલ પર દુનિયાભરના વૈજ્ઞાનિકોનો અલગ-અલગ મત છે. જોકે, હવે અમેરિકાના અધિકારીઓએ એક રિસર્ચના હવાલાથી દાવો કર્યો છે કે સૂરજના કિરણોના સંપર્કમાં આવવાથી કોરોના વાયરસનો ખાતમો થઈ શકે છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
સૂર્યના કિરણોથી થોડીક મિનિટમાં ખતમ થઈ જાય છે કોરોના વાયરસ: વૈજ્ઞાનિકો

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાયરસને લઈને દુનિયાભરમાં એવો સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે શું ગરમીમાં વાયરસનું સંક્રમણ આપ મેળે ખતમ થઈ જશે. આ સવાલ પર દુનિયાભરના વૈજ્ઞાનિકોનો અલગ-અલગ મત છે. જોકે, હવે અમેરિકાના અધિકારીઓએ એક રિસર્ચના હવાલાથી દાવો કર્યો છે કે સૂરજના કિરણોના સંપર્કમાં આવવાથી કોરોના વાયરસનો ખાતમો થઈ શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂર્યના કિરણોથી થોડીક મિનિટમાં ખતમ થઈ જાય છે કોરોના વાયરસ: વૈજ્ઞાનિકો
File Photo

હોમલેન્ડ સિક્યુરિટીનું સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટના એડવાઇઝર વિલિયમ બ્રાયને વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે વૈજ્ઞાનિકોએ એક રિસર્ચમાં જોયું કે સૂરજના કિરણોની પૈથોગેન પર સંભવિત અસર જોવા મળે છે. તેઓએ જણાવ્યું કે વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં જોયું કે સૂરજના કિરણો જમીનની સપાટી અને હવામાં હાજર આ વાયરસને મારવાની ક્ષમતા ધરાવે છે. મીડિયા સાથે વાત કરતાં વિલિયમ બ્રાયને મેરીલેન્ડ સ્થિત નેશનલ બાયોડિફેનસ એનાલિસિસ એન્ડ કાઉન્ટર મેજર્સ સેન્ટરના એક રિસર્ચને પણ પ્રસ્તુત કર્યું.

સૂર્યના કિરણોથી થોડીક મિનિટમાં ખતમ થઈ જાય છે કોરોના વાયરસ: વૈજ્ઞાનિકો

આ શોધમાં જોવા મળ્યું કે 21થી 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં લગભગ 18 કલાકમાં વાયરસની અસર અડધી થઈ ગઈ. તેઓએ જણાવ્યું કે દરવાજાના હેન્ડલ અને સ્ટેનલેસ સ્ટીલ ઉપર પણ આવી જ રીતે કોરોના પર અસર જોવા મળી. જ્યારે તાપમાન ચાર ગણા સુધી વધારતાં તે 6 કલાકમાં ખતમ થઈ ગયો. ત્યારબાદ જ્યારે આ પરીક્ષણને સૂરજના કિરણોની વચ્ચે કરવામાં આવ્યું તો તેને ખતમ થવામાં બે મિનિટ લાગ્યો.

સૂર્યના કિરણોથી થોડીક મિનિટમાં ખતમ થઈ જાય છે કોરોના વાયરસ: વૈજ્ઞાનિકો

રિસર્ચમાં જાણવા મળ્યું કે હવામાં આ વાયરસ માત્ર દોઢ મિનિટમાં ખતમ થઈ ગયો. બ્રાયને પોતાની વાતને પૂરી કરતાં કહ્યું કે અમને આશા છે કે ઉનાળામાં આ પ્રકારના વાતાવરણમાં આ વાયરસ લોકોમાં ઓછો ફેલાશે. તેઓએ કહ્યું કે એવું કહેવું પણ બિન-જવાબદાર ગણાશે કે ઉનાળામાં કોરોના વાયરસ સમગ્રપણે ખતમ થઈ જશે. જો આ ભ્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને અન્ય બચાવના નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો તેના ગંભીર પરિણામ પણ જોવા મળી શકે છે.