file photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

સમગ્ર વિશ્વને ભરડામાં લેનારા કોરોના વાયરસના કારણે વાયરસના જનક ચીન કરતાં પણ યૂરોપના દેશ ઈટાલીની સ્થિતિ દયનીય છે. ઈટાલીમાં પાછલા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 627 લોકોનાં મોત થયા છે જ્યારે દેશનો કુલ મૃતાંક 4032 થતાં હાહાકાર મચી ગયો છે. સ્થિતિ એટલી ગંભીર છે કે ઈટાલીમં દફનવિધિ કરવા માટે કબ્રસ્તાનો ખૂટી પડ્યા છે. સામાન્ય પ્રજા ઘરમાં તાળાબંધીમાં છે ત્યારે સેનાએ દફનવિધિ કરવા માટે મેદાને ઉતરવું પડ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસથી પીડાતા જગતમાં ઈટાલીમાં માનવ ખુંવારી થઈ છે. ઈટાલીમાં છેલ્લા 24 કલાકમાં 627 મોત થતા કુલ મૃત્યુઆંત 4,000 પાર થઈ 4,032 થયો છે. ઈરાનમાં વધુ 149 લોકોના મોત થયા છે. સ્પેનમાં પણ છેલ્લા 24 કલાકમાં વધુ 212 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 1,000 પાર 1,043 થઈ ગયો છે. પાકિસ્તાનમાં સંક્રમિતોની સંખ્યા 500થી ઉપર થઈ ગઈ છે.

સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે ચેરગ્રસ્ત થયેલા વ્યક્તિની સંખ્યા 2,58,000 થઈ છે જ્યારે 11,000 લોકોએ આ મહામારીમાં જીવ ગુમાવ્યો છે. અગાઉ ઈટાલીમાં એક દિવસમાં 465 અને તેના પહેલાં 427 લોકોના એક જ દિવસમાં મોત થયા હતા.ય 8.6 ટકાના મૃત્યુદર સાથે ઈટાલીમાં કોરોનાએ મૃત્યઘંટ વગાડ્યો છે.

શુક્રવારે યૂરોપના ફ્રાન્સમાં પણ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ફ્રાન્સમાં શુક્રવારે 24 કલાકમાં 78 લોકોનાં મોત થયા છે. ફ્રાન્સમાં કોરોનાએ અત્યારસુધીમાં 450 લોકોના જીવ લીધા છે ત્યારે હવે સમગ્ર વિશ્વની નજર ભારતના ત્રીજા સ્ટેજ પર છે. દરમિયાન વડાપ્રધાન મોદીએ ગઈકાલે મુખ્યમંત્રીઓ સાથેની વીડિયો કૉન્ફરન્સ સંબોધતા આગામી 3-4 અઠવાડિયા ‘અતિ મહત્ત્વપૂર્ણ’ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

જોકે, આ બધાની વચ્ચે આશાનું એક કિરણ પણ ઉગ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા આશાની નાનકડી દીવડીને જોઈ રહ્યું છે. કોરોના રોગના એપી સેન્ટર ગણાતા ચીનના વુહાન પ્રાંતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો કોઈ પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જોકે, વિશ્વના અન્ય વિસ્તારોમાં સ્થિતિ હાથમાંથી વણસી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code