કોરોના@ઉ.ગુ: મહેસાણામાં 33 કેસ સામે 24 દર્દી સાજા થયાં, પાટણમાં 29 અને બનાસકાંઠા 53

અટલ સમાચાર, મહેસાણા ઉત્તર ગુજરાતમાં કોરોના વાયરસે આતંક મચાવ્યો હોય તેમ આજે ત્રણ જીલ્લામાં નવા 115 દર્દી ઉમેરાયાં છે. જેમાં મહેસાણા જીલ્લામાં 33, પાટણ જીલ્લામાં 29 અને બનાસકાંઠા જીલ્લામાં 53 કેસ નોંધાયા છે. આ તરફ મહેસાણા જીલ્લામાં આજે 24 દર્દી સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દિવાળીના તહેવારો બાદ કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ
 
કોરોના@ઉ.ગુ: મહેસાણામાં 33 કેસ સામે 24 દર્દી સાજા થયાં, પાટણમાં 29 અને બનાસકાંઠા 53

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાતમાં કોરોના વાયરસે આતંક મચાવ્યો હોય તેમ આજે ત્રણ જીલ્લામાં નવા 115 દર્દી ઉમેરાયાં છે. જેમાં મહેસાણા જીલ્લામાં 33, પાટણ જીલ્લામાં 29 અને બનાસકાંઠા જીલ્લામાં 53 કેસ નોંધાયા છે. આ તરફ મહેસાણા જીલ્લામાં આજે 24 દર્દી સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દિવાળીના તહેવારો બાદ કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો આવતાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડવા કવાયત હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણામાં 33 કેસ સામે 24 દર્દી સાજા થયાં

મહેસાણા જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 33 કેસ સામે 24 દર્દી સાજા થયા છે. આજે મહેસાણા શહેરમાં 12 કેસ, વિસનગર શહેરમાં 4 કેસ, ઊંઝા શહેરમાં 4 કેસ, કડી શહેરમાં 5 કેસ અને વિજાપુર શહેરમાં 1 કેસ નોંધાયો છે. મહેસાણા તાલુકાના પીલુદરા ગામે 1, વડનગરના મોલીપુરમાં 1, કડીના કલ્યાણપુરામાં 1, વિજાપુરના માલોસર અને ગુંચરીમાં 1-1 કેસ અને સતલાસણાના વાવમાં 2 કેસ મળી જીલ્લામાં નવા 33 કેસ નોંધાયા છે.

પાટણમાં નવા 29 કેસ નોંધાયા

કોરોના@ઉ.ગુ: મહેસાણામાં 33 કેસ સામે 24 દર્દી સાજા થયાં, પાટણમાં 29 અને બનાસકાંઠા 53

પાટણ જીલ્લામાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું હોઇ આજે નવા 29 કેસ નોંધાયા છે. આજે પાટણ શહેરમાં 13, તાલુકાના સંડેર અને સરવામાં 1-1 કેસ અને ધારપુરમાં 3 કેસ નોંધાયા છે. ચાણસ્મા શહેરમાં 4, બ્રાહ્મણવાડા અને પલાસરમાં 1-1, સિધ્ધપુર શહેરમાં 3 કેસ, તાલુકાના વનાસણમાં 1, હારીજ શહેરમાં 1 અને કાતરામાં 1, રાધનપુરના અરજણસરમાં 1 અને સાંતલપુર તાલુકાના ગરામડીમાં 1 મળી જીલ્લામાં નવા 29 કેસ નોંધાયા છે.

બનાસકાંઠા જીલ્લામાં 53 કેસ સાથે કોરોના વિસ્ફોટ

કોરોના@ઉ.ગુ: મહેસાણામાં 33 કેસ સામે 24 દર્દી સાજા થયાં, પાટણમાં 29 અને બનાસકાંઠા 53
File Photo

બનાસકાંઠા જીલ્લામાં સંક્રમણ બેફામ બનતાં આજે 53 કેસ સાથે કોરોના વિસ્ફોટ થયો છે. આજે પાલનપુરમાં 4, દાંતામાં 5, ડીસા, લાખણી, કાંકરેજ, વાવમાં 1-1, ધાનેરામાં 10, થરાદમાં 2 અને ભાભરમાં 4 કેસ નોંધાયા છે. આ સાથે RTPCRમાં 18 કેસ, ખાનગી લેબોરેટરીમાં 6 મળી જીલ્લામાં નવા 53 કેસ નોંધાયા છે.