આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

મુંબઇ ઃ કોરોનાનો કહર ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર જાેવા મળી રહ્યો છે. એક બાદ એક એક્ટર્સ કોરોનાની ચપેટમાં આવી રહ્યાં છે. આજ સવારનાં અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને હવે ગોવિંદાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આવ્યો છે. આ સમયે તે ઘરમાં ક્વૉરન્ટીન છે. ખબર મુજબ, ગોવિંદા હાલમાં ડોક્ટર્સની દેખરેખ હેઠળ છે. આજે એટલે કે રવિવારે સવારે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગોવિંદાએ તેમનાં સંપર્કમાં આવેલાં તમામ લોકોને ટેસ્ટ કરાવી લેવાં જણાવ્યું છે.

ગોવિંદાની ટીમ તરફથી કહેવામાં આવ્યું છે કે’મે મારી કોરોના વાયરસની તપાસ કરવાની છે અને વાયરસને દૂર રાખવા માટે સાવધાનીઓ વર્તી રહ્યો છે. આજ વારે મને ળવા લક્ષણો હતા અને મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઘરમાં બાકી તમામ નેગેટિવ છે. ગોવિંદાની પત્ની સુનીતા કેટલાંક અઠવાડિયા પહેલાં કોરોનાની ચપેટમાંથી બહાર આવી છે. ગોવિંદાએ તેનાં ફેન્સ અને દોસ્તો તેમજ શુભચિંતકો તરફથી જલ્દી જ ઠીક થવાનાં આશીર્વાદ માંગ્યા છે. આપને જણાવી દઇએ કે, આજે અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તે પહેલાં આલિયા ભટ્ટ, બપ્પી લહેરી, મિલિંદ સોમન, વિક્રાંત મેસી, કાર્તિક આર્યન, આમિર ખાન, આર માધવન, પરેશ રાવલ, સતીશ કૌશિક સહિત ઘણાં એક્ટર્સ કોરોના પોઝિટિવ આવ્યા છે. તો ટીવી એક્ટર રુપાલી ગાંગુલી, મોનાલિસા, સુધાંશુ, કાંચી સિંહ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code