કોરોનાથી 14 માસના શિશુનું મોત, માતા-પિતાને દૂરથી મોઢું બતાવી દફનવિધિ કરાઇ

અટલ સમાચાર,ડેસ્ક જામનગરમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે માત્ર 14 માસના બાળકે જીવ ગુમાવ્યો. એક અધિકૃત નિવેદનમાં કહેવાયું છે કે પ્રવાસી મજૂરના 14 માસના શિશુનું પાંચમી એપ્રિલના રોજ જામનગરની સરકારી હોસ્પિટલમાં મોત થયું. નિવેદન મુજબ હોસ્પિટલમાં દાખલ કરાયો તે વખતે જ તેની સ્થિતિ ગંભીર હતી. બે દિવસ પહેલા તેનામાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું હતું અને બાળક
 
કોરોનાથી 14 માસના શિશુનું મોત, માતા-પિતાને દૂરથી મોઢું બતાવી દફનવિધિ કરાઇ

અટલ સમાચાર,ડેસ્ક

જામનગરમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે માત્ર 14 માસના બાળકે જીવ ગુમાવ્યો. એક અધિકૃત નિવેદનમાં કહેવાયું છે કે પ્રવાસી મજૂરના 14 માસના શિશુનું પાંચમી એપ્રિલના રોજ જામનગરની સરકારી હોસ્પિટલમાં મોત થયું. નિવેદન મુજબ હોસ્પિટલમાં દાખલ કરાયો તે વખતે જ તેની સ્થિતિ ગંભીર હતી. બે દિવસ પહેલા તેનામાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું હતું અને બાળક વેન્ટિલેટર પર હતું. તેના અનેક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધુ હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુ:ખની વાત એ છે કે બાળકના માતા પિતાને છેલ્લી ઘડીએ બાળકનું મુખ પણ જોવા ન મળ્યું. તેનો મૃતદેહ માતા પિતાને સોંપાયો નહીં. માતા પિતાને દૂરથી જ બાળકનું મોઢું બતાવ્યું. બાળકના મોત બાદ ખુબ જ કરુણાસભર દ્રશ્યો સર્જાયા હતાં. બાળકની ધાર્મિક રીતિરિવાજ પ્રમાણે દફનવિધિ કરાઈ. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બાળકની દફન વિધિ કરાઈ હતી. અત્રે જણાવવાનું કે એક નિવેદન મુજબ રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણથી મોતને ભેટેલાઓમાં આ સૌથી નાની વયનું મોત છે.

ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા મંગળવારે સાંજે પત્રકાર પરિષદ સંબોધીને ટુકમાં માહિતી આપવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આજના દિવસમાં કુલ 9 કેસ નવા સામે આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ 175 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. ભાવનગર અને વડોદરાનાં 1-1 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. જ્યારે પાટણમાં એક 47 વર્ષીય વ્યક્તિ અને 52 વર્ષીય એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ પ્રકારે અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 175 કુલ કેસ પૈકી 4 લોકો વેન્ટિલેટર પર છે જ્યારે 126 લોકો સ્ટેબલ છે. 25 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે.