હાહાકાર@ગુજરાતઃ કોરોનાના પોઝિટિવ કેસ કુલ 97, 9 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં શુક્રવાર સાંજ સુધીમાં કોરોના પોઝિટિવ વ્યક્તિઓની સંખ્યા 97એ પહોંચી છે જ્યારે કુલ 9 મૃત્યુ નોંધાયા છે. અમદાવાદમાં સવારે જ એક જ ઘરમાં એક બાળકી સહિત ચાર વ્યક્તિઓના પોઝિટિવ પછી મોડી રાત્રે ભાવનગરમાં 2 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે અમદાવાદના જ 67 વર્ષીય પુરુષનું મોત નોંધાયું છે જે શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં
 
હાહાકાર@ગુજરાતઃ કોરોનાના પોઝિટિવ કેસ કુલ 97, 9 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં શુક્રવાર સાંજ સુધીમાં કોરોના પોઝિટિવ વ્યક્તિઓની સંખ્યા 97એ પહોંચી છે જ્યારે કુલ 9 મૃત્યુ નોંધાયા છે. અમદાવાદમાં સવારે જ એક જ ઘરમાં એક બાળકી સહિત ચાર વ્યક્તિઓના પોઝિટિવ પછી મોડી રાત્રે ભાવનગરમાં 2 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે અમદાવાદના જ 67 વર્ષીય પુરુષનું મોત નોંધાયું છે જે શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ હતો. ગોધરામાં એક પણ એક દર્દીનું મોત થયું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં હવે કોરોનાના ચેપના કિસ્સા ખૂબ વધી રહ્યાં છે તેવા સંજોગોમાં હવે સરકાર ક્લસ્ટર કન્ટેન્મેન્ટ કાર્યક્રમ હેઠળ ચેપના અટકાવની કામગીરી કરી રહી છે. જે વિસ્તારોમાં કોરોનાના દર્દીઓ નોંધાયા હોય તેવાં વિસ્તારોના ક્લસ્ટર બનાવવા માટે જીઆઇએસ મેપિંગનો સહારો લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં જ આવાં 21 વિસ્તારોની ઓળખ કરી તેની ફરતે ત્રણ કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારને ક્લસ્ટર ઘોષિત કરાયાં છે. પરંતુ આરોગ્યકર્મીઓને સૌથી મોટી મુશ્કેલી નડી રહી છે લોકોના અસહકારની. આથી હવે આરોગ્ય કર્મીઓ સાથે પોલિસ પણ હાજર રહેશે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ દરમિયાનમાં અમદાવાદમાં 21 વિસ્તારોની ઓળખ કરાઇ હોવાથી હવે આ તમામ વિસ્તારોમાં અમદાવાદ મહાનગર પાલિકાના કમિશનર અહીં ચેપને અટકાવવાની કામગીરી શરુ કરશે. હાલના તબક્કે આવાં પાંચ વિસ્તારોમાં ક્લસ્ટર નક્કી કરાયાં છે જ્યાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ નોંધાયાં છે.