ભ્રષ્ટાચાર@પાલનપુર: ખેતીની જમીનને બિનખેતી કરી 200 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું

 
કૌભાંડ
કેટલાક અધિકારીઓ અને રાજકીય નેતાઓએ ભાગીદારીમાં જમીનો લઈ લીધી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના એરોમા હાઇવે સર્કલ પર કલાકો સુધી ટ્રાફિકમાં ફસાય છે.પાલનપુરના 40 હજાર લોકોને માટેનો આ પ્રશ્ન 15 વર્ષથી છે. અહીં રોજના 70 હજાર વાહનો પસાર થતાં હોવાની ધારણા છે. પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અહીં રાષ્ટ્રીય ધોરીમાર્ગ માટે બાયપાસ માર્ગ બનાવવા માટે રૂ. 300 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

ધોરીમાર્ગ બનાવવા માટે જમીન સંપાદન કરવામાં આવી રહી છે. જમીનનું વળતર આપવા માટે સરકારે રૂ. 80 કરોડ નક્કી કર્યા છે.પાલનપુર શહેરની ફરતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા 24 કિલોમીટર લાંબા ચાર માર્ગીય બાયપાસ બનાવનો છે. પશ્ચિમ દિશા તરફના બાયપાસ માટે એક રેલવે ઓવરબ્રિજ, એક નદી પરનો બ્રિજ અને જમીન સંપાદન કામગીરી માટેની દરખાસ્ત બનાવીને સરકારે મંજૂર કરી હતી. બાયપાસ માટે 60થી 100 મીટર જમીન સંપાદન કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ખેડૂતોએ તેનો વિરોધ કરતાં તે 30 મીટર કરવામાં આવ્યું હતું.

150 હેક્ટર જમીન 60 મીટર પ્રમાણે થતી હતી. જે 30 મીટરનો થતાં હવે 75 હેક્ટર જમીન સંપાદન કરવાની છે. બાયપાસ હાઇવે ટચ જમીનોના ભાવ વધી ગયો છે. તેમાં 15 ગામોના ખેડૂતોની કિંમતી જમીન જાય છે. પાલનપુરના જગાણાથી ખેમાણા ટોલનાકા પહેલાં 24 કિલોમીટર લાંબા બાયપાસમાં 75 હેકટર જમીન સંપાદન કરવાની થશે.16 ગામોના સરવે નંબર પંચાયતને સોંપાયા હતા. ખેડૂત ખાતેદારોને પંચાયતમાં તલાટીએ મળવા બોલાવીને જમીન સંપાદન કરીને સરકારને આપવા માટે કહ્યું હતું. જમીન સંપાદન માટેના સર્વે નંબર અને ગામના નકશા જાહેર કર્યા હતા. પાલનપુર સીટી બાયપાસ માટે મોટી જમીન સંપાદન કરવામાં આવતી હોવાથી ખેડૂતોને વાંધો હતો. જેમાં 50 ખેડૂતો જમીન વિહોણા બની જાય છે. તેથી જમીન સંપાદન 30 મીટર કરવામાં આવ્યું હતું. કિસાન સંઘના બનાસકાંઠાના પ્રમુખ માવજી લોહે વિરોધ કર્યો હતો.જમીન સંપાદન કરવા સામે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.

જમીન મેળવવા સામે વિરોધ કરીને કલેકટરને આવેદનપત્ર આપી ખેડૂતોને પૂરતું વળતર આપવા માંગણી કરી હતી. મોં માગ્યું વળતર ન આપવું હોય તો સામે એવી જ જમીન આપવા માંગણી હતી. ખેડૂતોએ વિરોધ કરતાં કામ ખોરંભે પડી ગયું હતું. મહેસુલ વિભાગે ફેબ્રુઆરી 2024માં જાહેરનામા બહાર પાડ્યા હતા જેમાં જમીન સંપાદન અંગે નિયમ બતાવેલો છે તેમાં શરત 3માં સ્પષ્ટ કહ્યું છે કે, નોંધણીમાં ફેરફાર કરવા કે નામ બદલા નહીં. જો તેમ થશે તો વળતર મૂલ્યાંકન વખતે તે ફેરફાર ધ્યાનમાં લેવાશે નહીં. આમ જમીનને બિનખેતી કરી ત્યારે તે અધિકારી જાણતાં હતા તે જાહેરનામું અને પ્લાન તૈયાર કરાયા છે.આવા 33 હેક્ટર જમીન છે, જેમાં સરકારને કરોડો રૂપિયાનું નુકસાન કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.