આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,સુઇગામ

બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકામાં બનાવેલ બસ્ટેશનની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે મસમોટી ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો સુઇગામ તાલુકાની જનતા આક્ષેપ કરી રહી છે.

સુઇગામ તાલુકાના લિબુંણી, ધેચાણા બસ્ટેશનની કામગિરી 2017-18માં કરવામાં આવી હતી. જોકે બિલકુલ ખરાબ કામગીરી કરીને લાખોનો ચુનો સરકારને લગાવ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહયા છે. S.O. દ્રારા કોન્ટ્રાક્ટર સાથે – ભાઇ-ભાઇ નો નાતો અપનાવીને જોવા વગર બિલ પાસ કરી સરકારને લાખો રૂપિયાનો ચુનો લગાવી દીધો હોય તેવું સુઇગામ તાલુકાની પ્રજા આક્ષેપ લગાવી રહી છે. જો જિલ્લા વિકાસ અધીકારી આ બાબતે તપાસના આદેશ આપીને કોન્ટ્રાક્ટર પાસેથી અને જે S.O.એ જે ભ્રષ્ટાચાર કર્યા છે તેની કડક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે તો બીજા કોન્ટ્રાક્ટરોને શીખ મળે તો નવાઈ નહિ. આવા ભ્રષ્ટ અધિકારીઓ સુઇગામ તાલુકામાં બની બેઠાલાઓને કોઈપણ જાતનો ઉચ્ચકક્ષાના અધીકારીનો ડર નથી તેવું આ બસ્ટેશન બનાવવા ઉપરથી સાબિત થાય છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code