ખર્ચ@સરકારઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટ સિટી એક વર્ષમાં તોડી દીધા, હવે બનશે રજવાડી

અટલ સમાચાર, ડેસ્ક ઓક્ટોબર 2018ના રોજ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું હતું. હવે આગામી ઓક્ટોબર 2019ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રથમ વર્ષગાંઠ આવી રહી છે. ઓક્ટોમ્બરના સંભવિત કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવે તેવી શક્યતાઓને લઈ હાલ જૂની ટેન્ટ સિટી તોડી નવી ટેન્ટ સિટી બનાવવામાં
 
ખર્ચ@સરકારઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટ સિટી એક વર્ષમાં તોડી દીધા, હવે બનશે રજવાડી

અટલ સમાચાર, ડેસ્ક

ઓક્ટોબર 2018ના રોજ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું હતું. હવે આગામી ઓક્ટોબર 2019ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રથમ વર્ષગાંઠ આવી રહી છે. ઓક્ટોમ્બરના સંભવિત કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવે તેવી શક્યતાઓને લઈ હાલ જૂની ટેન્ટ સિટી તોડી નવી ટેન્ટ સિટી બનાવવામાં આવી રહી છે.

ખર્ચ@સરકારઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટ સિટી એક વર્ષમાં તોડી દીધા, હવે બનશે રજવાડી

ગત વર્ષે ઓપનિંગ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટેન્ટ સિટી બનાવવામાં આવી હતી, જેથી અહીં આવનારા મુસાફરો રાત રહી શકે. હવે જૂની ટેન્ટ સિટીને તોડીને નવી બનાવાઈ રહી છે. હાલ નવી ટેન્ટ સિટી ખાતે કુલ 58 ટેન્ટ બની રહ્યાં છે. જેમાં 42 પ્રીમિયમ, 13 સુપર ડિલક્સ, 2 રજવાડી અને 1 મિની રજવાડી ટેન્ટ બની રહ્યા છે.

તમામ ટેન્ટમાં ખાસ 2 દરબારી ટેન્ટ છે, જે પીએમ મોદી અને અન્ય વીવીઆઈપીઓ માટે તૈયાર કરાઈ રહ્યાં છે. રજવાડી ટેન્ટ બુલેટપ્રુુફ બની રહ્યાં છે. ટેન્ટની ખાસિયત એ છે કે, એમાં કોઈ પણ જાતના હથિયારોની અસર નહિ થાય. તેમાં એક ડાઇનિંગ હોલ, એક લિવિંગ એરિયા હશે.

નવા ટેન્ટ સિટી વિશે પ્રોજેક્ટ મેનેજર હરિઓમ શર્મા કહે છે કે, પહેલા જે ટેન્ટ હતા એ કામચલાઉ હતા. જ્યારે હાલમાં જે ટેન્ટ બની રહ્યા છે એ દરેક પ્રકારના વાતાવરણનો અભ્યાસ કર્યા પછી બનાવાઈ રહ્યા છે. લગભગ સપ્ટેમ્બરના અંત સુધીમાં ટેન્ટ સિટીનું કામ પૂરું થઈ જશે.