આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજાવી દે તેવી ઠંડી પડી રહી છે. રાજધાની દિલ્હી માટે આજનો દિવસ મોસમનો સૌથી ઠંડો દિવસ સાબિત થયો હતો. દિલ્હીના લોધી રોડ વિસ્તારમાં આજે તાપમાનનો પારો 1.7 ડિગ્રી પર પહોંચ્યો હતો. જ્યારે સફદરગંજ વિસ્તારમાં 2.4 ડિગ્રી, પાલમમાં 3.1 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

રવિવારે પણ સમગ્ર ઉત્તર, પૂર્વ અને મધ્ય ભારત શીત લહેરની ચપેટમાં આવે તેવી આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોને 31 ડિસેમ્બર બાદ રાહત મળશે તેવુ હવામાન વિભાગનુ કહેવુ છે. આ વર્ષે ડિસેમ્બર મહિનો 1901 બાદનો સૌથી ઠંડો મહિનો રહે તેવુ પણ હવામાન વિભાગનુ અનુમાન છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, દરમિયાન યુપીમાં ઠંડીના કારણે 28 લોકોના મોત થયા છે. જ્યારે ઝારખંડમા 8 લોકો અને બિહારમાં 11 લોકો ઠંડીના કારણે મોતને ભેટ્યા છે. પહાડી રાજ્યોમાં બરફ વર્ષના કારણે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે. રાજસ્થાનના સીકરમાં તો આજે સવારે માઈનસ ચાર ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code