દેશ: કોરોના સંક્રમણને લઇ સોશિયલ ડિસ્ટન્સ માટે 2 મીટરનુ અંતર પર્યાપ્ત નથી

અટલ સમાચાર,ડેસ્ક સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસને લઈને દરેક દિવસે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. અમેરિકાની એક ઈન્સ્ટીટ્યૂટ પ્રમાણે કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે ઉધરસ અને છીંક ખાનાર વ્યક્તિથી 2 મીટરનુ અંતર પર્યાપ્ત નથી. એક સંશોધનમાં જાણવા મળ્યુ છે કે, 4 કિલોમીટર પ્રતિ કલાકની રફ્તારથી ચાલી રહેલી હવાના માધ્યમથી પણ કોરોના વાયરસના કારણે કણો 6
 
દેશ: કોરોના સંક્રમણને લઇ સોશિયલ ડિસ્ટન્સ માટે 2 મીટરનુ અંતર પર્યાપ્ત નથી

અટલ સમાચાર,ડેસ્ક

સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસને લઈને દરેક દિવસે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. અમેરિકાની એક ઈન્સ્ટીટ્યૂટ પ્રમાણે કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે ઉધરસ અને છીંક ખાનાર વ્યક્તિથી 2 મીટરનુ અંતર પર્યાપ્ત નથી. એક સંશોધનમાં જાણવા મળ્યુ છે કે, 4 કિલોમીટર પ્રતિ કલાકની રફ્તારથી ચાલી રહેલી હવાના માધ્યમથી પણ કોરોના વાયરસના કારણે કણો 6 મીટર સુધી પહોંચી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમેરિકન ઈન્ટીટ્યૂટ ઓફ ફિજિક્સના હેઠળ ફિજિક્સ ઓફ ફ્લૂઈડ્સ જર્નલમાં પબ્લિશના રિસર્ચ પ્રમાણે જ્યારે હવાની સ્પીડ ઝીરો હોય છે, ત્યારે માણસના ઉધરસની લાળના ટીપા બે મીટર સુધી પણ પહોંચી શકતા નથી. જો હવાની ગતિ 4 કિલોમીટરથી 15 કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે ચાલી રહી હોય છે, તો લાળના ટીપા હવાની દિશામાં 6 મીટર સુધી પહોંચી શકે છે. 15 કિલોમીટર પ્રતિ કલાકની રફ્તાર પર લાળના ટીપા 1.6 સેકન્ડમાં 6 મીટર દૂર પહોંચી જાય છે. તેથી સંક્રમણને ફેલાવવાના કારણે રોકવા માટે 2 મીટર સામાજિક અંતર પર્યાપ્ત નથી. તેથી ભીડભાળવાળા વિસ્તારમાં તેનો ઉંડો પ્રભાવ પડશે.

વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે, ઘરની અંદર વાતાવરણમાં લાળના ટીપાનો વ્યવહાર કંઈક અલગ હોઈ શકે છે. તેમણે કહ્યુ કે, આ પર તેને વધારે અધ્યયન કરવાની જરૂરિયાત છે. તેમણે કહ્યુ છે કે, મુખ્ય રૂપથી વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિઓમાં અમારે નાના ટીપાના વાષ્પીકરણને વધારે ઉંડાણપૂર્વક સમજવાની જરૂરિયાત છે અને તેના પર કામ ચાલુ છે. કોરોના સંક્રમણનું ફેલાવવાનુ સૌથી વધારે ખતરો ઉધરસ અને નજીકથી વાતચીતથી છે. તેને જોતા જ દુનિયાના લગભગ બધા જ દેશમાં ફેસ માસ્ત પહેરવુ ફરજીયાત કરવામાં આવ્યુ છે.