દેશ: 3 કરોડ બાળકો અને 7 કરોડ યુવાનો પોર્નની લતના શિકાર, સુપ્રિમમાં એફિડેવિટ

અટલ સમાચાર,ડેસ્ક બાળકો અને યુવાનો પોર્નની લતના શિકાર થઇ રહ્યા છે જેને લઇને સમાજમાં અપરાધ વધી રહ્યો છે. વકીલ કમલેશ વાસવાનીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી નવા સોંગદનામાં આ વાત જણાવી છે. કોર્ટમાં જણાવામાં આવ્યું છે કે દેશમાં 3 કરોડ બાળકો અને 7 કરોડ યુવાનો પોર્નની લતના શિકાર છે. આ કારણે તેઓ હિંસક થઇ રહ્યાં છે.
 
દેશ: 3 કરોડ બાળકો અને 7 કરોડ યુવાનો પોર્નની લતના શિકાર, સુપ્રિમમાં એફિડેવિટ

અટલ સમાચાર,ડેસ્ક

બાળકો અને યુવાનો પોર્નની લતના શિકાર થઇ રહ્યા છે જેને લઇને સમાજમાં અપરાધ વધી રહ્યો છે. વકીલ કમલેશ વાસવાનીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી નવા સોંગદનામાં આ વાત જણાવી છે. કોર્ટમાં જણાવામાં આવ્યું છે કે દેશમાં 3 કરોડ બાળકો અને 7 કરોડ યુવાનો પોર્નની લતના શિકાર છે. આ કારણે તેઓ હિંસક થઇ રહ્યાં છે. જેને લઇને તેના પર ઝડપથી એકશન લેવાની જરૂરિયાત છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

સુપ્રીમ કોર્ટેના ત્રણ વર્ષ પહેલાના આદેશ છતાં હજુ પણ ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફી સંબંધિત કન્ટેટ ઉપસ્થિત છે. કમલેશ વાસવાનીએ જણાવ્યું કે વેબ સીરીઝ દ્વારા પણ સેક્સુઅલ અને હિંસાનું કન્ટેટ આપવામાં આવી રહ્યું છે. હૈદરાબાદમાં દુષ્કર્મ અને મર્ડર કેસનો પણ આ સોંગદનામાંમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાસવાનીએ કહ્યું કે પોર્ન વીડિયો જોવાની લત દારૂ અને ડ્રગ્સની જેમ છે.

કમલેશ વાસવાનીએ કહ્યું અત્યારે ઇન્ટરનેટ પર ઓનલાઇન સ્ટ્રીમિંગ દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરવામાં આવી રહી છે. વેબ સીરિઝ દ્વારા પોર્નથી લઇને હિંસા પિરસવામાં આવી રહી છે. જેના માટે કોઇ નિયમ નથી. આ પ્રકારના કન્ટેટના કારણે દેહ વેપારને પ્રોત્સાહન મળી રહ્યું છે. એવામાં પોર્નોગ્રાફી અને ચાઇલ્ડ પોર્નોગ્રાફીને રોકવા માટે સુપ્રીમ કોર્ટના પહેલા આદેશ પર અમલની જરૂરિયાત છે.

પોર્નોગ્રાફી પર રોક માટે સુપ્રીમ કોર્ટે 2016માં આદેશ પસાર કર્યો હતો. કમલેશ વાસવાનીએ જણાવ્યું કે, 2013માં આ મામલે દાખલ કરાયેલી અરજીમાં જણાવ્યું હતું કે ઇન્ટરનેટ-કાયદાના અભાવના કારણે પોર્ન વીડિયોને પ્રોત્સાહન મળી રહ્યું છે. માર્કેટમાં 20 લાખ પોર્ન વિડીયો ઉપલબ્ધ છે. બાળકો આસાનાથી આ કન્ટેટ જોઇ શકે છે. જેના કારણે તેમના મગજ પર ખરાબ અસર પડી રહી છે.