દેશ: લૉકડાઉનમાં 300 ગુજરાતી ફસાયા હતા UPમાં, આનંદીબેન પટેલ આવ્યા મદદે

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતના માજી મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ કોરોના સંકટના સમયમાં ગુજરાતીઓની વહારે આવ્યા હતા. 300 જેટલા ગુજરાતીઓ મથુરા, વૃંદાવન અને ગોકુળમાં ફસાયા હતા. આનંદી બહેને તેમને ઘરે પહોંચવામાં મદદ કરી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો કોરોનાના કારણે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાતા ગુજરાતના 300 લોકો ઉત્તરપ્રદેશમાં ફસાયા હતા. ઉત્તરપ્રદેશમાં ફસાયેલા
 
દેશ: લૉકડાઉનમાં 300 ગુજરાતી ફસાયા હતા UPમાં, આનંદીબેન પટેલ આવ્યા મદદે

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના માજી મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ કોરોના સંકટના સમયમાં ગુજરાતીઓની વહારે આવ્યા હતા. 300 જેટલા ગુજરાતીઓ મથુરા, વૃંદાવન અને ગોકુળમાં ફસાયા હતા. આનંદી બહેને તેમને ઘરે પહોંચવામાં મદદ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોનાના કારણે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાતા ગુજરાતના 300 લોકો ઉત્તરપ્રદેશમાં ફસાયા હતા. ઉત્તરપ્રદેશમાં ફસાયેલા ગુજરાતીઓની મદદ કરવા માટે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આગળ આવ્યા છે. અટવાયેલા મુસાફરોની રજૂઆત બાદ આનંદીબેને મદદ કરીને શ્રદ્ધાળુઓને ગુજરાતમાં પરત મોકલ્યા છે.

ગુજરાતના અલગ અલગ વિસ્તારના 300 જેટલા લોકો ગોકુલ, મથુરા, વૃંદાવનમાં ફસાયા હતા. આ મામલે લોકોએ સરકારમાં રજૂઆત કરી. ત્યારે હવે તમામ લોકો ઉત્તરપ્રદેશથી રવાના થયા છે. ફસાયેલા તમામ લોકો મંગળવાર સુધીમાં ગુજરાતમાં પરત ફરશે. આનંદીબેન પટેલ હાલ યુપીના રાજ્યપાલ છે. તે ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી હતા. એ પહેલા જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ ગુજરાતમાં શિક્ષણમંત્રી સહિતના મહત્વની જવાબદારીઓ નીભાવી ચુક્યા છે.