દેશઃ એરફોર્સમાં સામેલ થયા 5 રાફેલ, ભારત-ફ્રાન્સના રક્ષામંત્રી રહ્યાં હાજર

અટલ સમાચાર, ડેસ્ક રાફેલ વિમાન આજે ઔપચારિક રૂપથી વાયુસેનાના લડાકૂ વિમાનોના બેડામાં સામેલ કરવામાં આવ્યા છે. રાફેલને અંબાલા એરબેઝ પર 17 સ્કવોડ્રન ગોલ્ડન એરોઝમાં સામેલ કરવામાં આવ્યા છે. અંબાલા એરબેઝ પર સવારે 10.20 કલાકે રાફેલની ઇંડક્શન સેરેમનીમાં તેને વાયુસેનામાં સોંપવામાં આવ્યા છે. આ સમયે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ફ્રાંસના રક્ષામંત્રી ફ્લોરેન્સ પાર્લે મુખ્ય અતિથિના રૂપમાં
 
દેશઃ એરફોર્સમાં સામેલ થયા 5 રાફેલ, ભારત-ફ્રાન્સના રક્ષામંત્રી રહ્યાં હાજર

અટલ સમાચાર, ડેસ્ક

રાફેલ વિમાન આજે ઔપચારિક રૂપથી વાયુસેનાના લડાકૂ વિમાનોના બેડામાં સામેલ કરવામાં આવ્યા છે. રાફેલને અંબાલા એરબેઝ પર 17 સ્કવોડ્રન ગોલ્ડન એરોઝમાં સામેલ કરવામાં આવ્યા છે. અંબાલા એરબેઝ પર સવારે 10.20 કલાકે રાફેલની ઇંડક્શન સેરેમનીમાં તેને વાયુસેનામાં સોંપવામાં આવ્યા છે. આ સમયે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ફ્રાંસના રક્ષામંત્રી ફ્લોરેન્સ પાર્લે મુખ્ય અતિથિના રૂપમાં હાજર રહેશે. ભારત ચીનની સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત માટે આ સિદ્ધિ ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

5 ધર્મોના ધર્મગુરૂએ રાફેલની પૂજા કરાવી હતી. ત્યારબાદ રાફેલને વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ, ફ્રાન્સના રક્ષામંત્રી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, એરફોર્સ ચીફ ભદૌરિયા પણ આ પ્રસંગે હાજર રહ્યાં હતા. લડાકૂ વિમાન રાફેલને આજે ભારતીય વાયુસેનામાં ઔપચારિક રૂપથી સામેલ કરવામાં આવ્યું છે. અંબાલા એરબેઝ પર ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વોટર કેનેનથી સલામી આપીને રાફેલ વિમાનોને વાયુસેનાના હેડામાં સામેલ કરવામાં આવ્યા છે.