આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

દેશભરમાં કોરોના વાયરસના લગભગ 6088 નવા કેસ છેલ્લા 24 કલાક એટલે કે ગુરુવાર સવારે 8 વાગ્યાથી શુક્રવાર સવારે 7 વાગ્યાની વચ્ચે નોંધાયા છે. શુક્રવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ દેશભરમાં કોરોનાના કુલ કેસ 1,18,447 થઈ ગયા છે જેમાં 66,330 એક્ટિવ કેસ, 48,533 ડિસ્ચાર્જ, 3,583નાં મોત અને 1 દર્દી સાજો થઈને પહેલા જ વિદેશ જઈ ચૂક્યો છે. આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 6088 નવા કેસ સામે આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં 6088 નવા કેસ સામે આવ્યા છે અને 148 લોકોએ કોરોનાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી દર્દીઓનો આંકડો દરરોજ 5000ને પાર કરી રહ્યો છે. બુધવારે પણ 5611 નવા કેસ સામે આવ્યા હતા. તો ગુરુવારે પણ 5609 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. હાલ દેશમાં 66,330 એક્ટિવ કેસ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 41,642 કેસ છે. 24 કલાકમાં અહીં 2345 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં કુલ 12,910 કેસ છે. અહીં 24 કલાકમાં 371 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે તમિલનાડુમાં ગુજરાતથી  વધુ કેસ 13,967 નોંધાયા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 776 નવા કેસ નોંધાયા છે.

26 May 2020, 4:20 AM (GMT)

COVID-19 Global Stats

5,590,358 Total Cases
347,907 Death Cases
2,366,574 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code