દેશઃ આજે 9 કરોડ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર થશે PM-Kisanના 2,000 રૂપિયા

અટલ સમાચાર, ડેસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે PM કિસાન સન્માન નિધિ હેઠળ મળનારા નાણાકીય લાભનો આગામી હપ્તો રિલીઝ કરશે. વડાપ્રધાન કાર્યાલય મુજબ એક બટન દબાવીને PM મોદી 9 કરોડ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં 18,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન 6 રાજ્યોના ખેડૂતોની સાથે સંવાદ પણ કરશે. નિવેદન મુજબ,
 
દેશઃ આજે 9 કરોડ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર થશે PM-Kisanના 2,000 રૂપિયા

અટલ સમાચાર, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે PM કિસાન સન્માન નિધિ હેઠળ મળનારા નાણાકીય લાભનો આગામી હપ્તો રિલીઝ કરશે. વડાપ્રધાન કાર્યાલય મુજબ એક બટન દબાવીને PM મોદી 9 કરોડ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં 18,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન 6 રાજ્યોના ખેડૂતોની સાથે સંવાદ પણ કરશે. નિવેદન મુજબ, પીએમ-કિસાન અને કેન્દ્ર સરકારની અન્ય કૃષિ કલ્યાણની યોજનાઓને લઈને ખેડૂતો પોતાના અનુભવ વડાપ્રધાનને જણાવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

PM કિસાન સન્માન નિધિ યોજના અંગે એક ટ્વીટ કરીને વડાપ્રધાને પણ જાણકારી આપી. PM મોદીએ કહ્યું કે, કાલનો દિવસ દેશના અન્નદાતાઓ માટે ખૂબ વિશેષ છે. બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 9 કરોડથી વધુ ખેડૂત પરિવારોને પીએમ-કિસાનનો આગામી હપ્તો રિલીઝ કરવાનું સૌભાગ્ય મળશે. આ અવસર પર અનેક રાજ્યોના ખેડૂત ભાઈ-બહેનોની સાથે વાતચીત પણ કરીશ.

કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા મોકલવામાં આવે છે. દરેક હપ્તામાં 2,000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. આ કાર્યક્રમ એવા સમયે યોજાઈ રહ્યો છે જ્યારે દિલ્હીની વિવિધ સરહદો પર ખેડૂતો ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની માંગને લઈને છેલ્લા કેટલાક સપ્તાહથી પ્રદર્શન કરી રહ્યા છે. સરકારનો દાવો છે કે આ ત્રણેય કાયદા ખેડૂતોના હિતમાં છે.