દેશઃ કોરોના હોવાની આશંકામા ચાલુ બસમાંથી યુવતિને નીચે ફેંકી

અટલ સમાચાર, ડેસ્ક ઉત્તર પ્રદેશમાં એક 19 વર્ષની કોરોના શંકાસ્પદ યુવતીને ઉત્તર પ્રદેશ રોડવેઝની બસમાંથી નીચે ફેંકી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આરોપ છે કે યુવતી કોરોના શંકાસ્પદ હોવાને કારણે તેને ચાલુ બસમાંથી નીચે ફેંકી દેવામાં આવી હતી. જે બાદમાં તેણીનું મોત થઈ ગયું હતું. મોતનું કારણ હૃદય બંધ પડી જવાનું બતાવવામાં આવી રહ્યું છે.
 
દેશઃ કોરોના હોવાની આશંકામા ચાલુ બસમાંથી યુવતિને નીચે ફેંકી

અટલ સમાચાર, ડેસ્ક

ઉત્તર પ્રદેશમાં એક 19 વર્ષની કોરોના શંકાસ્પદ યુવતીને ઉત્તર પ્રદેશ રોડવેઝની બસમાંથી નીચે ફેંકી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આરોપ છે કે યુવતી કોરોના શંકાસ્પદ હોવાને કારણે તેને ચાલુ બસમાંથી નીચે ફેંકી દેવામાં આવી હતી. જે બાદમાં તેણીનું મોત થઈ ગયું હતું. મોતનું કારણ હૃદય બંધ પડી જવાનું બતાવવામાં આવી રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પ્રાપ્ત વિગત પ્રમાણે 19 વર્ષીય યુવતી ઉત્તર પ્રદેશના નોઇડાથી સિકોહાબાદ પોતાના પરિવાર સાથે જઈ રહી હતી. આ દરમિયાન રોડવેઝની બસના સ્ટાફ સાથે તેનો ઝઘડો થયો હતો. સ્ટાફે તેને શંકાસ્પદ હોવાને કારણે ચાલુ બસમાંથી નીચે ફેંકી દીધી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 19 વર્ષની છોકરીનું મોત કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. જ્યારે પરિવારનું કહેવું છે કે ગરમીને કારણે ગભરામણથી તેણી બેભાન થઈ ગઈ હતી. જે બાદમાં સ્ટાફને લાગ્યું હતું કે યુવતી કોરોના શંકાસ્પદ છે. જે બાદમાં મથુરામાં ટોલ પ્લાઝા પાસે ચાલુ બસમાંથી યુવતીને નીચે ફેંકી દેવામાં આવી હતી. આ દરમિયાન બસમાં સવાર લોકોએ પણ દખલગીરી કરી ન હતી અને તમાશો જોયો હતો.

પોલીસનું કહેવું છે કે યુવતી સાથે મારપીટના કોઈ પુરાવા નથી. મંત પોલીસ સ્ટેશનના એસએચઓ ભીમસિંહે જણાવ્યું કે પોસ્ટ મોર્ટમમાં મોતનું કારણે કુદરતી બતાવવામાં આવ્યું છે, આ માટે કોઈ કેસ દાખલ કરવામાં નથી આવ્યો. એસએચઓ ભીમસિંહે જણાવ્યું કે શંકાસ્પદ હોવાને કારણે યુવતીને બસમાંથી નીચે ઉતારી દેવામાં આવી હતી. યુવતીના પિતા દિલ્હીના કપડગંજ વિસ્તારમાં સુરક્ષા ગાર્ડની નોકરી કરે છે. દિલ્હીમાં વધી રહેલા કેસને કારણે પરિવાર પોતાના વતન સિકોહાબાદ જઈ રહ્યો હતો. યુવતીના ભાઈએ જણાવ્યું કે માતા અને બહેન નોઇડાથી બસમાં બેઠા હતા. બસમાં બેસતી વખતે તેની બહેનની તબીયત એકદમ સારી હતી. ભાઈ શિવે કહ્યું કે પોલીસે કેસ દાખલ કરવાનો ઇન્કાર કરી દીધો છે.