દેશઃ ટ્રમ્પની ધમકી બાદ ભારતે આપી મંજૂરી, મોકલાશે આ જરૂરી દવાઓ

અટલ સમાચાર, ડેસ્ક ભારત સરકાર ખતરનાક કોરોના વાયરસની સારવારમાં પ્રભાવી મલેરિયાની દવા હાઇડ્રોક્લોરોક્વીન અને પેરાસિટામોલના નિકાસ પર મૂકવામાં આવેલા પ્રતિબંધોને હટાવવા માટે તૈયાર થઈ ગયું છે. વિદેશ મંત્રાલય એ સૈદ્ધાંતિક રીતે નિર્ણય લીધો છે કે કોરોના વાયરસથી પ્રભાવિત અમેરિકા સહિત પડોશી દેશોને આ જરૂરી દવાઓની સપ્લાય કરવામાં આવશે. વિદેશ મંત્રાલયે મંગળવારે જાણકારી આપી છે કે
 
દેશઃ ટ્રમ્પની ધમકી બાદ ભારતે આપી મંજૂરી, મોકલાશે આ જરૂરી દવાઓ

અટલ સમાચાર, ડેસ્ક

ભારત સરકાર ખતરનાક કોરોના વાયરસની સારવારમાં પ્રભાવી મલેરિયાની દવા હાઇડ્રોક્લોરોક્વીન અને પેરાસિટામોલના નિકાસ પર મૂકવામાં આવેલા પ્રતિબંધોને હટાવવા માટે તૈયાર થઈ ગયું છે. વિદેશ મંત્રાલય એ સૈદ્ધાંતિક રીતે નિર્ણય લીધો છે કે કોરોના વાયરસથી પ્રભાવિત અમેરિકા સહિત પડોશી દેશોને આ જરૂરી દવાઓની સપ્લાય કરવામાં આવશે.

વિદેશ મંત્રાલયે મંગળવારે જાણકારી આપી છે કે કોરોના મહામારીથી હાલ ભારત સહિત વિશ્વના તમામ દેશ સંઘર્ષ કરી રહ્યા છે. એવામાં આ સંકટમાં માનવીય આધારે અમે નિર્ણય લીધો છે કે પડોશી દેશોને હાઇડ્રોક્લોરોક્વીન અને પેરાસિટામોલ દવાઓને પૂરતી માત્રામાં સપ્લાય કરવાની મંજૂરી આપવામાં આવે. મૂળે, અમેરિકા, બ્રાઝીલ, સ્પેન અને જર્મની સહિત લગભગ 30 દેશોથી કોરોના સંકટ દરમિયાન હાઇડ્રોક્લોરોક્વીનની નિકાસ માટે રજૂઆત કરવામાં આવી છે અને તેમાંથી મોટાભાગના દેશોએ પ્રતિબંધ હટાવવા માટે ભારત પાસે માંગ કરી હતી. ત્યારબાદ ભારત સરકારે આ નિર્ણય લીધો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હાઇડ્રોક્સીક્લોરોક્વીન ટેબ્લેટ્સનો ઉપયોગ ભારતમાં મલેરિયાની સારવારમાં કરવામાં આવે છે. ક્લોરોક્વાઇન ક્વવિનાઇનનું સિન્થેટિક રૂપ છે જે સિકોના છોડની છાલમાંથી મળે છે. તે દક્ષિણ અમેરિકામાં તાવની દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. ક્લોરોક્વાઇન પહેલીવાર 1930માં સિન્ટેટિક તરીકે બની હતી. જે દેશોમાં આ દવાઓ પર શોધ થઈ રહી છે તેમાં અમેરિકા સહિત ચીન અને ફ્રાન્સ જેવા દેશ પણ સામેલ છે. થોડાક દિવસો પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે મલેરિયાની દવાઓને ગેમ ચેન્જર કહી હતી. અમેરિકાના શહેર કનસાસ સિટીમાં તેને લઈને ડૉક્ટર જેફ કૉલયરે કેટલીક શોધ કરી છે. તે શોધ મુજબ, હાઇડ્રોક્સીક્લોરોક્વીન અને એજિથ્રોમાસિનના મિશ્રણની અસર દર્દીઓ પર જોવા મળી રહી છે. તેઓએ તેનો ઉલ્લેખ વોશિંગટન પોસ્ટમાં પ્રકાશિત આર્ટિકલમાં કર્યો છે.