આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પર ચૂંટાયેલા ભાજપનાં સાંસદ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને દિલ્હીમાં રહેવા માટે પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયી રહેતા હતા તે બંગલો ફાળવવામાં આવી શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન બાદ ખાલી પડેલ દિલ્હીના કૃષ્ણમેનન માર્ગ સ્થિત બંગલો અમિત શાહને ફાળવવામાં આવી શકે છે.

અટલ બિહારી વાજપેયી આ બંગલામાં વર્ષ 2004થી રહેતા હતા. અમિત શાહની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ બંગલો તેમને ફાળવવામાં આવે તેવી શક્યતા છે. અમિત શાહ હાલ રાજ્યસભા સાંસદ તરીકે તેમને ફાળવવામાં આવેલ અકબર રોડ સ્થિત 11 નંબરના બંગલામાં રહે છે. લોકસભા ચૂંટણીમાં જીત બાદ અમિત શાહે રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામુ આપી દીધું છે. વાજપેયી રહેતા હતા તે બંગલાની અમિત શાહે મુલાકાત લીધી હતી અને તેમાં હાલ રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code