Narendra Modi
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં કોરોના વાયરસના વધતાં કેસની વચ્ચે દેશમાં લૉકડાઉનની સમયમર્યાદા વધારવામાં આવશે કે નહીં તેની પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો અને લેફ્ટનન્ટ ગવર્નરો સાથે સંવાદ બાદ નિર્ણય લેશે. મળતી જાણકારી મુજબ, શનિવારે મુખ્યમંત્રીઓ, પ્રશાસકો અને LG સાથે વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંવાદ સ્થાપિત કરશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મુખ્યમંત્રીઓ સાથે અગાઉની બેઠકમાં પીએમ મોદીએ લૉકડાઉન હટાવવાને લઈને ભલામણો માંગી હતી, જેના કારણે ગરીબ અને પ્રવાસી શ્રમિકોની મુશ્કેલી ખતમ થઈ શકે. સરકાર ચરણબદ્ધ રીતે લૉકડાઉન ખતમ કરવા માંગે છે. કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે કેન્દ્ર તે સ્થળોથી પ્રતિબંધ હટાવવા તૈયાર છે જ્યાં કોવિડ-19ના કેસ નથી આવ્યા. સૂત્રોનું કહેવું છે કે, અનેક સચિવોની સાથે જ નીતિ આયોગના ઉચ્ચ અધિકારીઓનું માનવું છે કે 15 એપ્રિલ બાદ પણ પૂર્ણ રીતે લૉકડાઉનના કારણે અર્થવયવસ્થાને ઘણું નુકસાન થશે. તેઓ એ ક્ષેત્રોમાં પ્રતિબંધ ખતમ કરવાના પક્ષમાં છે જે ‘રેડ ઝોન’ નથી.

ઉલ્લેખનીય છે કે, Covid19નો સામનો કરવા માટે રચવામાં આવેલા મંત્રીઓના સમૂહ (GoM)એ 15 મે સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવા અને લોકોની સહભાગિતાવાળી તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ નાખવાની ભલામણ કરી છે. મંત્રી સમૂહનું કહેવું છે કે સરકાર 21 દિવસનું લૉકડાઉન (Lockdown In India) આગળ વધારે કે નહીં પરંતુ શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ પર 15 મે સુધી પ્રતિબંધ મૂકવો જોઈએ. અધિકૃત સૂત્રોએ મંગળવારે આ જાણકારી આપી હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code