હડકંપ@દેશ: લોકડાઉન વચ્ચે બેંકનું લાઇસન્સ રદ્દ, ગ્રાહકોને થઈ દોડધામ

અટલ સમાચાર, ડેસ્ક ભારતીય મધ્યસ્થ બેંકએ સીકેપી સહકારી બેંકના ગ્રાહકોને ઝટકો આપતા બેંકનું લાઇસન્સ રદ્દ કરી નાખ્યું છે. મનીકંટ્રોલના જણાવ્યા પ્રમાણે આ કારણે બેંકના આશરે સવા લાખ ખાતાધારકો પર સંકટ ઊભું થયું છે. બેંકની 485 કરોડ રૂપિયાની એફડી પણ અધ્ધરતાલ છે. આરબીઆઈ વર્ષ 2014થી જ આ બેંક પર સતત પ્રતિબંધની મુદત વધારી રહી છે. આ
 
હડકંપ@દેશ: લોકડાઉન વચ્ચે બેંકનું લાઇસન્સ રદ્દ, ગ્રાહકોને થઈ દોડધામ

અટલ સમાચાર, ડેસ્ક

ભારતીય મધ્યસ્થ બેંકએ સીકેપી સહકારી બેંકના ગ્રાહકોને ઝટકો આપતા બેંકનું લાઇસન્સ રદ્દ કરી નાખ્યું છે. મનીકંટ્રોલના જણાવ્યા પ્રમાણે આ કારણે બેંકના આશરે સવા લાખ ખાતાધારકો પર સંકટ ઊભું થયું છે. બેંકની 485 કરોડ રૂપિયાની એફડી પણ અધ્ધરતાલ છે. આરબીઆઈ વર્ષ 2014થી જ આ બેંક પર સતત પ્રતિબંધની મુદત વધારી રહી છે. આ પહેલા 31 માર્ચના રોજ મુદત વધારીને 31 મે કરવામાં આવી હતી, પરંતુ આરબીઆઈએ આ પહેલા જ બેંકનું લાઇસન્સ રદ્દ કરી નાખ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મનીકંટ્રોલને સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે, સીકેપી સહકારી બેંકની નેટવર્થમાં ઘટાડો લાઇસન્સ રદ્દ થવાનું કારણ રહ્યું. ઑપરેશનલ નફો હોવા છતાં નેટવર્થમાં ઘટાડો થતાં બેંકનું લાઇસન્સ રદ્દ કરવામાં આવ્યું છે. મુંબઈના દાદરમાં CKP-Bankનું મુખ્યાલય છે. મહારાષ્ટ્ર ટાઇમ્સમાં છપાયેલા સમાચાર પ્રમાણે બેંકની ખોટ વધતા અને નેટવર્થમાં ઘટાડો થતા લેવડદેવડ અંગે બેંક પર વર્ષ 2014માં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જે બાદમાં અનેક વખત બેંકની ખોટ ઓછી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.