દેશઃ 5 રાજ્યોના મુખ્યમંત્રીઓએ કહ્યું, જીંદગી બચાવવા લોકડાઉનની મુદત વધારો

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહાસંકટનો સામનો કરવા કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. લોકડાઉનના પગલે ઘરોમાં પૂરાઈ રહેલાં પરિવારોની મુશ્કેલી અને અર્થતંત્રને થનાર અંદાજિત રૂ. 9 લાખ કરોડના ગંજાવર નુકસાન છતાં કેટલાંક રાજ્યોના મુખ્યમંત્રીઓ કોરોનાથી માનવજિંદગીના થનાર નુકસાનના ભય સામે લાલબત્તી ધરીને લોકડાઉન વધારવાની તરફેણ કરી રહ્યા છે. મધ્યપ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર,
 
દેશઃ 5 રાજ્યોના મુખ્યમંત્રીઓએ કહ્યું, જીંદગી બચાવવા લોકડાઉનની મુદત વધારો

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહાસંકટનો સામનો કરવા કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. લોકડાઉનના પગલે ઘરોમાં પૂરાઈ રહેલાં પરિવારોની મુશ્કેલી અને અર્થતંત્રને થનાર અંદાજિત રૂ. 9 લાખ કરોડના ગંજાવર નુકસાન છતાં કેટલાંક રાજ્યોના મુખ્યમંત્રીઓ કોરોનાથી માનવજિંદગીના થનાર નુકસાનના ભય સામે લાલબત્તી ધરીને લોકડાઉન વધારવાની તરફેણ કરી રહ્યા છે. મધ્યપ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર, કેરળ અને દિલ્હી તેમાં મુખ્ય છે.

લોકડાઉન હટાવી દેવામાં આવે તો સોશિયલ ડિસ્ટન્સિંગ પૂર્વવત્ થઈ જશે, જેને લીધે સંક્રમણ અને મૃત્યુનો દર વધવાની ભીતિ સર્જાશે. વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સમાં દરેક મુખ્યમંત્રીઓએ પોતપોતાના રાજ્યોની સ્થિતિનો ચિતાર આપ્યો હતો. જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ લોકડાઉન વધારવાની હિમાયત કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે પણ એવું નિવેદન કર્યું છે કે, અર્થતંત્રને પછી ય બેઠું કરી શકાશે પરંતુ હાલ તો જિંદગી બચાવવી એ જ પ્રાથમિકતા હોવી ઘટે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ અગાઉથી જ લોકડાઉનની મુદત વધારવાની હિમાયત કરી ચૂક્યા છે. દેશભરમાં લોકડાઉન છતાં કેરળે કેટલાંક ક્લ્સ્ટર વિસ્તારોમાં કર્ફ્યુનો કડક અમલ કરાવ્યો છે. મુખ્યમંત્રી પી. વિજયન પણ લોકડાઉન વધારવાના સમર્થક છે. હાલમાં એકમાત્ર ભાજપશાસિત રાજ્ય મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે લોકડાઉન વધારવાનું સમર્થન કર્યું છે. જ્યારે ભાજપશાસિત અન્ય રાજ્યો કેન્દ્રના આદેશની રાહ જોઈ રહ્યા જણાય છે.

લોકડાઉનની અવધિ લંબાવવાથી આર્થિક નુકસાન અને પ્રજાની હાલાકી વધશે એ નિશ્ચિત છે. સમાંતરે કોરોનાનું સંકટ પણ વધશે એ પણ એટલું જ નક્કી છે. એ સંજોગોમાં લોકડાઉન લંબાવવા જેવી કડવી પરંતુ અનિવાર્ય દવા કેન્દ્ર સરકાર પોતે જ આપશે કે પછી પોતે અળખામણા થવાનો ભય ટાળીને લોકડાઉન લંબાવવા અંગેનો નિર્ણય રાજ્યોની મુનસફી પર છોડી દેશે એ જોવું રહ્યું. રાજ્યો પણ હાલ જ્યાં કોરોના સંક્રમણ વધુ છે એવા વિસ્તારોમાં લોકડાઉન યથાવત રાખે અથવા વધુ કડક બનાવે અને બાકીના વિસ્તારોમાં જનજીવન પુનઃ ધબકતું કરવાનો વિકલ્પ અજમાવે એ શક્યતા હાલ બળવત્તર જણાય છે.