દેશઃ 24 કલાકમાં કોરોનાએ સતત બીજા દિવસે તમામ રેકોર્ડ તોડી દીધા

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યાએ સતત બીજા દિવસે તમામ રેકોર્ડ તોડી દીધા છે. ગુરુવારે કોરોના દર્દીઓની સંખ્યા રેકોર્ડ 96 હજારને પાર પહોંચી ગઈ. જે ઝડપથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે તેનાથી લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં એક જ દિવસમાં આ આંકડો 1 લાખને પાર કરી જશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ
 
દેશઃ 24 કલાકમાં કોરોનાએ સતત બીજા દિવસે તમામ રેકોર્ડ તોડી દીધા

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યાએ સતત બીજા દિવસે તમામ રેકોર્ડ તોડી દીધા છે. ગુરુવારે કોરોના દર્દીઓની સંખ્યા રેકોર્ડ 96 હજારને પાર પહોંચી ગઈ. જે ઝડપથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે તેનાથી લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં એક જ દિવસમાં આ આંકડો 1 લાખને પાર કરી જશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 96,551 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે 1,209 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 45,62,415 થઈ ગઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વિશેષમાં ભારતમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 35 લાખ 42 હજાર 664 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,43,480 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 76,271 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.  નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 10 સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ 5,40,97,975 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરુવારે 24 કલાકમાં 11,63,542 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1332 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1415 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 15 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3167 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 278 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 109627 છે. જેમાંથી એક્ટિવ કેસ 16,230 છે. ગુરુવારે રાજ્યમાં કુલ 72,151 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજો થવાનો દર 82.31 ટકા છે.