આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક 

ફિલ્મ એક્ટ્રેસ દીપિકા પાદુકોણના જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી જવાના મુદ્દે વિવાદ સતત વધતો જઈ રહ્યો છે. હવે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ફિલ્મ એક્ટ્રેસ દીપિકા પર નિશાન સાધ્યું છે. તેઓએ કહ્યું કે પહેલા તેઓ જણાવે કે તેમની રાજકીય વિચારધારા શું છે. ઈરાનીએ આ વાત એક કાર્યક્રમમાં કહી છે. સ્મૃતિએ કહ્યું કે, હું એ જાણવા માંગું છું કે તેમની રાજકીય વિચારધારા શું છે. જે કોઈએ પણ આ સમાચાર વાંચ્યા તેમને ખબર છે કે તેઓ ત્યાં કેમ ગયા. આ અમારા માટે હેરાન કરવાની વાત નથી કે તેઓ એ લોકો સાથે ઊભા હતા, જે ભારતની બરબાદી ઈચ્છે છે. તેઓ એમની સાથે ઊભા રહ્યા જેઓએ લાઠીઓથી યુવતીઓના પ્રાઇવેટ પાર્ટ્સ પર હુમલા કર્યા. હું તેમનો આ અધિકાર છીનવી નહીં શકું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઈરાનીએ એમ પણ આરોપ લગાવ્યો કે દીપિકા કૉંગ્રેસ સાથે જોડાયેલી છે. તેઓએ કહ્યું કે, દીપિકાએ વર્ષ 2011માં એ જણાવ્યું હતું કે કૉંગ્રેસ પાર્ટીને સમર્થન કરે છે. જે લોકો તેનાથી હેરાન છે, તો તે એટલા માટે છે કારણ કે તે તેઓ આ અંગે જાણતા નથી. તેમના ઘણા બધાં પ્રશંસકોને હાલમાં જ તેના વિશે જાણ થઈ છે. JNUમાં સ્ટુડન્ટ્સ પર બુકાનીધારી હુમલાખોરોના હુમલાને લઈ પૂછવામાં આવેલા સવાલ પર તેઓએ કહ્યું કે આ મુદ્દે હજુ તપાસ ચાલી રહી છે. તેથી તેઓ પોતાનો મત નહીં આપે. ઈરાનીએ કહ્યું કે, હું એટલું કહીશ કે આ મામલામાં તપાસ ચાલી રહી છે. હું બંધારણીય પદ પર છું અને પોલીસ તરફથી તપાસનો પહેલૂ કોર્ટ સમક્ષ રજૂ કરવા સુધી કંઈ કહેવું યોગ્ય નહીં રહે.

નોંધનીય છે કે, 7 જાન્યુઆરીએ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણએ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં પહોંચીને પ્રદર્શન કરી રહેલા સ્ટુડન્ટ્સ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓ કેમ્પસમાં હુમલામાં ઘાયલ થયેલી જેએનયુ સ્ટુડન્ટ્સની અધ્યક્ષ આઇશી ઘોષને પણ મળી, પરંતુ આ આ દરમિયાન દીપિકાને ટ્વિટર પર લોકોના વિરોધનો પણ સામનો કરવો પડ્યો. ટ્વિટર પર યૂઝર્સે મોટી સંખ્યામાં દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક (Chhapaak)નો વિરોધ કર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code