દેશઃ ધોરણ-9ની વિદ્યાર્થિની સાથે ગેંગરેપ કરી મૃતદેહને ક્લાસમાં લટકાવી દીધો

અટલ સમાચાર, ડેસ્ક બિહારના ગોપાલગંજમાં એક સગીરા પર સ્કૂલ કેમ્પસમાં જ ગેંગરેપ કરવામાં આવ્યો હતો, જે બાદમાં તેની હત્યા કરી મારી નાખવામાં આવી હતી. પોલીસે બરૌલીના દેવાપુર હાઇસ્કૂલમાં ગેંગરેપ અને નિર્મમ હત્યા કેસને ફક્ત 24 કલાકમાં જ ઉકેલી નાખ્યાનો દાવો કર્યો છે. પોલીસે આ હત્યાકાંડમાં મૃતક વિદ્યાર્થિનીના પ્રેમી અને તેના બે મિત્રોની ધરપકડ કરી લીધી
 
દેશઃ ધોરણ-9ની વિદ્યાર્થિની સાથે ગેંગરેપ કરી મૃતદેહને ક્લાસમાં લટકાવી દીધો

અટલ સમાચાર, ડેસ્ક

બિહારના ગોપાલગંજમાં એક સગીરા પર સ્કૂલ કેમ્પસમાં જ ગેંગરેપ કરવામાં આવ્યો હતો, જે બાદમાં તેની હત્યા કરી મારી નાખવામાં આવી હતી. પોલીસે બરૌલીના દેવાપુર હાઇસ્કૂલમાં ગેંગરેપ અને નિર્મમ હત્યા કેસને ફક્ત 24 કલાકમાં જ ઉકેલી નાખ્યાનો દાવો કર્યો છે. પોલીસે આ હત્યાકાંડમાં મૃતક વિદ્યાર્થિનીના પ્રેમી અને તેના બે મિત્રોની ધરપકડ કરી લીધી છે. પૂછપરછ દરમિયાન ત્રણેયએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પોલીસના કહેવા પ્રમાણે હત્યાકાંડ પહેલા વિદ્યાર્થિની સાથે ત્રણેય આરોપીઓએ બળાત્કાર ગુજાર્યો હતો, જે બાદમાં તેના હાથપગ બાંધીને તેની હત્યા કરી નાખી હતી. આરોપીઓએ લાશને ક્લાસમાં જ લટકાવી દીધો હતો. ધરપકડ કરવામાં આવેલા ત્રણેય આરોપીઓ એ જ સ્કૂલમાં અભ્યાસ કરે છે. એસડીપીઓ નરેશ પાસવાને જણાવ્યું કે દેવાપુર સ્થિત અપગ્રેડ હાઇસ્કૂલમાં ધોરણ-9ની વિદ્યાર્થિની સલોની (કાલ્પનિક નામ)ની હત્યા કરવામાં આવી હતી. પીડિતાના જ ક્લાસમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ પર હત્યાનો આરોપ છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ત્રણેય આરોપીઓની 24 કલાકની અંદર જ ધરપકડ કરી લેવામાં આવી હતી. આ દરમિયાન ત્રણેયએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.

એસડીપીઓએ જણાવ્યું કે મૃતક વિદ્યાર્થિનીને હત્યાકાંડમાં સામેલ એક વિદ્યાર્થી સાથે પ્રેમ સંબંધ હતો. બંને અવારનવાર સ્કૂલ કેમ્પસમાં જ મળતા હતા. ગત 11 ફેબ્રુઆરીના રોજ પીડિતા તેના પ્રેમીને એકલી મળી હતી. આ દરમિયાન તેના પ્રેમીના બે મિત્રોએ બંનેને એકલા મલતા જોઈ લીધા હતા. જે બાદમાં બંનેએ વિદ્યાર્થિની પર ગેંગરેપ કર્યો હતો. વિરોધ કરવા પર વિદ્યાર્થિનીના હાથપગ બાંધી દેવામાં આવ્યા હતા અને તેની હત્યા કરી નાખવામાં આવી હતી.