દેશ: ટાઇમ મૅગઝીનની ‘100 વુમન ઑફ ધ યર’ માં ઈન્દિરા ગાંધીનો સમાવેશ

અટલ સમાચાર,ડેસ્ક પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી અને સ્વતંત્રતા સેનાની રાજકુમારી અમૃત કૌરને ટાઇમ મૅગઝીને 20મી સદીની દુનિયાની 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ કર્યા છે. ટાઇમે અમૃત કૌરને વર્ષ 1947 માટે અને ઈન્દિરા ગાંધીને વર્ષ 1976 માટે ‘વુમન ઑફ ધ યર’ જાહેર કર્યા છે. પ્રકાશકે તેના માટે વિશેષ કવર પણ બનાવ્યું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
દેશ: ટાઇમ મૅગઝીનની ‘100 વુમન ઑફ ધ યર’ માં ઈન્દિરા ગાંધીનો સમાવેશ

અટલ સમાચાર,ડેસ્ક

પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી અને સ્વતંત્રતા સેનાની રાજકુમારી અમૃત કૌરને ટાઇમ મૅગઝીને 20મી સદીની દુનિયાની 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ કર્યા છે. ટાઇમે અમૃત કૌરને વર્ષ 1947 માટે અને ઈન્દિરા ગાંધીને વર્ષ 1976 માટે ‘વુમન ઑફ ધ યર’ જાહેર કર્યા છે. પ્રકાશકે તેના માટે વિશેષ કવર પણ બનાવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેશ: ટાઇમ મૅગઝીનની ‘100 વુમન ઑફ ધ યર’ માં ઈન્દિરા ગાંધીનો સમાવેશ

ટાઇમે ઈન્દિરા ગાંધીના પરિચયમાં લખ્યું છે કે ‘ભારતની સમ્રાજ્ઞી’ 1976માં ભારતની મોટી અધિનાયકવાદી બની ગઈ હતી. બીજી તરફ અમૃત કૌરના પરિચયમાં જણાવવામાં આવ્યું છે કે યુવા રાજકુમારી ઑક્સફર્ડમાં અભ્યાસ કર્યા બાદ ભારત પરત ફર્યા અને તરત જ મહાત્મા ગાંધીની શિક્ષાથી ખૂબ પ્રભાવિત થઈ જાય છે. અમૃત કૌરનો જન્મ કપૂરથલાના શાહી પરિવારમાં થયો હતો. તેઓએ ભારતને અંગ્રેજ શાસનમાંથી મુક્ત કરાવવા માટે સંઘર્ષ કર્યો હતો.

‘વુમન ઑફ ધ યર’ શરૂ કરવાનું કારણ જણાવતા ટાઇમ મૅગઝીને કહ્યું કે, 72 વર્ષ સુધી ‘મેન ઑફ ધ યર’ જાહેર કરવામાં આવ્યા જે હંમેશા કોઈ પુરુષ જ હતા. 1999માં લૈંગિક સમાનતા રીતે સંવેદનશીલ બનાવવા માટે ‘મેન ઑફ ધ યર’ને ‘પર્સન ઑફ ધ યર’ કરવામાં આવ્યું. પત્રિકાએ કહ્યું કે, હવે ‘100 વુમન ઑફ ધ યર’ની સાથે તે મહિલાઓને સ્થાન આપવામાં આવી રહ્યું જેમને અનેકવાર નજરઅંદાજ કરવામાં આવી હતી.