દેશ: PM મોદી અને અમિત શાહ વચ્ચે બેઠક, 1 જૂનથી કેવું હશે લૉકડાઉન ?

અટલ સમાચાર,ડેસ્ક કોરોના વાયરસને લઇ જાહેર કરાયેલા લોકડાઉનનો ચોથો તબક્કો 31 મેનાં લોકડાઉનનો ચોથો તબક્કો પૂર્ણ થઈ રહ્યો છે. જેને લઇ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે બેઠક યોજાઇ હતી. અમિત શાહે શુક્રવારનાં સવારે રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. તેમને મળેલા ફીડબેકને તેમણે વડાપ્રધાન સાથે શેર કર્યા અને પછી આગળની રણનીતિ
 
દેશ: PM મોદી અને અમિત શાહ વચ્ચે બેઠક, 1 જૂનથી કેવું હશે લૉકડાઉન ?

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાયરસને લઇ જાહેર કરાયેલા લોકડાઉનનો ચોથો તબક્કો 31 મેનાં લોકડાઉનનો ચોથો તબક્કો પૂર્ણ થઈ રહ્યો છે. જેને લઇ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે બેઠક યોજાઇ હતી. અમિત શાહે શુક્રવારનાં સવારે રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. તેમને મળેલા ફીડબેકને તેમણે વડાપ્રધાન સાથે શેર કર્યા અને પછી આગળની રણનીતિ પર વાત થઈ. અનેક રાજ્યોએ લૉકડાઉન ચાલું રાખવા માટે કહ્યું છે, પરંતુ તેઓ ધીમેધીમે સ્થિતિ સામાન્ય કરવા પણ ઇચ્છે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આજની બેઠકમાં 31 મે બાદની સ્થિતિનો પ્લાન ઘડાઈ ચુક્યો છે. ગૃહમંત્રી સાથે મીટિંગમાં અનેક રાજ્યોએ પુનરાવર્તન કર્યું કે લોકડાઉનને આગળ વધારવું જોઇએ. જો કે ઇકોનોમિક એક્ટિવિટીને લઇને મોટા પ્રમાણમાં છૂટ ઇચ્છે છે. શાહે મુખ્યમંત્રીઓ સાથે લૉકડાઉન એક્સટેન્શન ઉપરાંત કોરોનાની લડાઈની આગળની રણનીતિ પણ જાણી. આ મીટિંગમાં મળેલા ફીડબેકને પીએમ સાથે શેર કરવામાં આવ્યા. અત્યાર સુધી પીએમ જ મુખ્યમંત્રીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરતા હતા. લોકડાઉન પર મંતવ્યો જાણવા માટે પહેલીવાર અમિત શાહે મુખ્યમંત્રીઓ સાથે વાત કરી.

દેશ: PM મોદી અને અમિત શાહ વચ્ચે બેઠક, 1 જૂનથી કેવું હશે લૉકડાઉન ?

કેટલાક રાજ્યોમાં કોરોનાનાં કારણે સ્થિતિ ઘણી ખરાબ છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત, દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં કેસ વધારે છે. અનેક રાજ્યો એવા છે જ્યાં અત્યાર સુધી તો કેસ ઓછા છે, પરંતુ કોવિડ-19નો ગ્રાફ વધી રહ્યો છે. આસામમાં છેલ્લા 4 દિવસમાં કેસ અનેક ગણા વધી ગયા છે. લૉકડાઉન સંપૂર્ણ રીતે ખોલતા સ્થિતિ ક્યાંક વધારે ના બગડી જાય, આ કારણે રાજ્યો થોડીક છૂટછાટો સાથે લૉકડાઉન ચાલું રાખવા ઇચ્છે છે. ગોવાનાં સીએમ પ્રમોદ સાવંતની માંગ છે કે લોકોડાઉનને ઓછામાં ઓછા 15 દિવસ સુધી વધારવું જોઇએ. જો કે તેમણે કેટલીક છૂટછાટની માંગ પણ કરી છે જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે રેસ્ટોરન્ટ, જીમ ખોલવાનું પણ સામેલ છે.

દેશ: PM મોદી અને અમિત શાહ વચ્ચે બેઠક, 1 જૂનથી કેવું હશે લૉકડાઉન ?
File Photo

જો લૉકડાઉન આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવે છે તો ઘણી બધી છૂટ આપવામાં આવી શકે છે. સરકારનું ફોકસ એ શહેરો પર હશે જ્યાં કોરોનાનાં કેસ ઘણા વધારે છે. આમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરૂ, પુણે, થાણે, ઇન્દોર, ચેન્નઈ, અમદાવાદ, જયપૂર, સૂરત અને કોલકાતા સામેલ છે. સ્કૂલ-કૉલેજ અત્યારે બંધ રહેશે તેવા અણસાર છે. ઇન્ટરનેશલ ફ્લાઇટ્સ બંધ રહેવાની શક્યતા છે. ધાર્મિક સ્થાનોને ખોલવામાં આવશે તે નહીં એ નિર્ણય રાજ્ય સરકારો પર છોડવામાં આવી શકે છે. સલૂન ખુલી ચુક્યા છે, હવે જીમ અને શૉપિંગ મૉલ્સ વગેરે ખોલવાનો નિર્ણય પણ રાજ્ય સરકારોનાં હાથમાં આપી શકાય છે.