દેશ: પ્રોડ્યુસરના ઘરેથી મળ્યાં કરોડોની રકમ ભરેલા થેલાં, મચી દોડધામ

અટલ સમાચાર,ડેસ્ક સાઉથના આ સુપરસ્ટાર હાલમાં ટેક્સ ચોરીને કારણે ઈનકમ ટેક્સ વિભાગના સવાલોમાં ફસાયેલો છે. હાલમાં જ તામિલનાડુ સ્થિત નેયવલી કોલ માઈન્સમાં પોતાની આવનારી ફિલ્મ ‘માસ્ટર’ની શૂટિંગ કરી રહેલા વિજયને ઈનકમ ટેક્સ છાપેમારીને કારણે શૂટીંગ વચ્ચે જ રોકવી પડી હતી. બિજિલ ફિલ્મના પ્રોડ્યુસર અને ફાઈનાન્સરના મદુરાઈ અને ચેન્નઈના સ્થળોએ પણ ઈનકમ ટેક્સની મોટી રેડ પડી
 
દેશ: પ્રોડ્યુસરના ઘરેથી મળ્યાં કરોડોની રકમ ભરેલા થેલાં, મચી દોડધામ

અટલ સમાચાર,ડેસ્ક

સાઉથના આ સુપરસ્ટાર હાલમાં ટેક્સ ચોરીને કારણે ઈનકમ ટેક્સ વિભાગના સવાલોમાં ફસાયેલો છે. હાલમાં જ તામિલનાડુ સ્થિત નેયવલી કોલ માઈન્સમાં પોતાની આવનારી ફિલ્મ ‘માસ્ટર’ની શૂટિંગ કરી રહેલા વિજયને ઈનકમ ટેક્સ છાપેમારીને કારણે શૂટીંગ વચ્ચે જ રોકવી પડી હતી. બિજિલ ફિલ્મના પ્રોડ્યુસર અને ફાઈનાન્સરના મદુરાઈ અને ચેન્નઈના સ્થળોએ પણ ઈનકમ ટેક્સની મોટી રેડ પડી જેમાંથી અત્યાર સુધીમાં 65 કરોડ રૂપિયા જપ્ત કરી લેવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઈનકમ ટેક્સ વિભાગે બિજિલ ફિલ્મના ફાઈનાન્સરની પાસેથી 65 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. આ રોકડ રકમ બે જુદી જુદી જગ્યાએથી મળી છે. જેમાંથી 50 કરોડ રૂપિયા ચેન્નઈ અને 15 કરોડ મદુરાઈથી જપ્ત કરવામાં આવ્યા છે. ટેક્સ ચોરીની શંકા અંગે AGS સિનેમાઝમાં થનારી છાપેમારીના સંબંધમાં એક્ટર વિજયની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. AGS સિનેમાએ વિજયની પાછલી સુપરહિટ ફિલ્મ બિજિલને પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મે દુનિયાભરમાંથી 300 કરોડથી વધારેનો બિઝનેસ કર્યો હતો.

5 ફેબ્રુ-20 ના રોજ સવારે ઈનકમ ટેક્સ વિભાગે AGS એન્ટરપ્રાઈઝની મિલકત પર છાપેમારી શરૂ કરી. માટે વિજયે માસ્ટરની શૂટિંગ રોકી દેવી પડી. ઈનકમ ટેક્સ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, અમને જાણકારી મળી હતી કે વિજયે બિજિલ માટે મોટી રકમ રોકડમાં લીધી હતી. રિપોર્ટ અનુસાર, ઈનકમ ટેક્સ એક્ટ 1961ના સેક્શન 132 હેઠળ અભિનેતા સામે વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. અધિકારીઓએ વિજયને તેના ચેન્નઈના ઘરમાં થનારા સર્ચ ઓપરેશનમાં સહયોગ આપવાનું કહ્યું છે.

વિજયનું ઓફિશ્યલ સ્ટેટમેન્ટ

અભિનેતાએ ઓફિશ્યલ સ્ટેટમેન્ટ બહાર પાડી કહ્યું કે, ઈનકમ ટેક્સ વિભાગે ગયા અઠવાડિયે મારા ઘર અને ઓફિસમાં ટેક્સ ચોરીને લઈને છાપેમારી કરી છે. મારા સ્ટાફ અને પરિવારે સંપૂર્ણ સાથ તેમને આપ્યો, અને ઈનકમ ટેક્સ રિટર્નથી જોડાયેલા દરેક દસ્તાવેજો તેમને આપ્યા.