આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

કેન્દ્ર સરકાર દુર્ઘટના પીડિતો માટે ટૂંક સમયમાં કેશલેસ સારવારની સુવિધા શરૂ કરવાની યોજના બનાવી રહી છે. તેમાં પ્રત્યેક કેસમાં મહત્તમ મર્યાદા 2.5 લાખ રૂપિયા રહેશે. દેશમાં દર વર્ષે લગભગ પાંચ લાખ માર્ગ દુર્ઘટનાઓ થાય છે. તે દુનિયામાં સૌથી વધુ છે. આ આંકડાઓને જોતાં આ યોજના ઘણી અગત્યની થઈ જાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેશમાં દર વર્ષે માર્ગ દુર્ઘટનાઓમાં સરેરાશ દોઢ લાખથી વધુ લોકોનાં મોત થાય છે જ્યારે ત્રણ લાખ લોકો અપંગ થઈ જાય છે. રાજ્યોના પરિવહન સચિવો અને કમિશ્નરોને મોકલવામાં આવેલા પત્રમાં માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે કહ્યું છે કે કેશલેસ સારવારની યોજના માટે એક મોટર વાહન દુર્ઘટના ફંડ ઊભું કરવામાં આવે. માર્ગ દુર્ઘટના ફંડની સ્થાપના ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સંસદ દ્વારા પાસ કરવામાં આવેલા સંશોધિત મોટર વ્હીકલ એક્ટની મુખ્ય જોગવાઈઓ પૈકીની એક હતી. ભારતમાં દરરોજ સરેરાશ 1200 માર્ગ અકસ્માત થાય છે અને લગભગ 400 લોકો પોતાના જીવ ગુમાવે છે.

મંત્રાલયના પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, NHAના મજબૂત આઈટી પ્લેટફોર્મને માર્ગ અકસ્માતના શિકાર લોકો માટે કેશલેસ સારવાર આપવા માટે ઉપયોગ કરવામાં આવી શકે છે. જો હૉસ્પિટલ દર્દીને એક PMJAY હૉસ્પિટલમાં મોકલે તો એવામાં હૉસ્પિટલોને ઓછામાં ઓછા દર્દીને ફર્સ્ટ એડ આપીને તેને સ્થિર કરવા પડશે. જેથી PMJAY હૉસ્પિટલમાં તેમની યોગ્ય રીતે સારવાર થઈ શકે.

07 Jul 2020, 6:11 AM (GMT)

COVID-19 Global Stats

11,843,474 Total Cases
543,507 Death Cases
6,812,478 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code