દેશઃ ગ્રાહકોના હિતની રક્ષા માટે મોદી સરકાર 20 જૂલાઇથી નવો કાયદો લાગુ કરશે 

અટલ સમાચાર, ડેસ્ક અવાર નવાર ગ્રાહકો સાથે નવી-નવી રીત વડે છેતરપિંડીના કેસ પર લગામ કસવા માટે કેન્દ્ર સરકાર એક નવો કાયદો લાગૂ કરવાની છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ-2019 ના રોજ 20 જુલાઇથી લાગૂ કરી દેવામાં આવશે. નવો કાયદો ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986નું નવું સ્વરૂપ હશે. મોદી સરકાર આગામી સોમવાર એટલે કે 20 જુલાઇના રોજ નવા ગ્રાહક
 
દેશઃ ગ્રાહકોના હિતની રક્ષા માટે મોદી સરકાર 20 જૂલાઇથી નવો કાયદો લાગુ કરશે 

અટલ સમાચાર, ડેસ્ક

અવાર નવાર ગ્રાહકો સાથે નવી-નવી રીત વડે છેતરપિંડીના કેસ પર લગામ કસવા માટે કેન્દ્ર સરકાર એક નવો કાયદો લાગૂ કરવાની છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ-2019 ના રોજ 20 જુલાઇથી લાગૂ કરી દેવામાં આવશે. નવો કાયદો ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986નું નવું સ્વરૂપ હશે. મોદી સરકાર આગામી સોમવાર એટલે કે 20 જુલાઇના રોજ નવા ગ્રાહક સુરક્ષા અધિનિયમ-2019 (Consumer Protection Act-2019)ને લાગૂ કરવામાં આવી રહ્યો છે. આ નવા કાયદાને લાગૂ કરવા માટે ઘણા નવા નિયમ લાગૂ થઇ જશે. જે જૂના એક્ટમાં ન હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગ્રાહક સુરક્ષા કાનૂન 2019 ઘણા સમય પહેલાં તૈયાર થઇ ચૂક્યો છે. જોકે આ કાનૂનને થોડા મહિના પહેલાં લાગૂકરવાનો હતો, પરંતુ કોરોના વાયરસ ને કારણે તેને ટાળી દેવામાં આવ્યો હતો. આગામી અઠવાડિયેથી તેને આ નવા કાયદાને લાગૂ કરી દેવામાં આવશે.

નવા કાયદામાં આ છે વિશેષતાઓ
– નવા કાયદામાં ગ્રાહકોને ભ્રામક જાહેરાત કરવામાં આવતાં કાર્યવાહી કરવામાં આવશે.
– ગ્રાહકો દેશના કોઇપણ કંઝ્યૂમર કોર્ટમાં કેસ દાખલ કરી શકશે.
– નવા કાયદામાં Online અને Teleshopping કંપનીઓને પહેલીવાર સામેલ કરવામાં આવી છે.
– ખાવા પીવાની વસ્તુઓમાં ભેળસેળ હશે તો કંપનીઓ પર દંડ અને જેલની જોગવાઇ છે.
– કંઝ્યૂમર મીડિએશન સેલની રચના. બંને પક્ષ પરસ્પર સહમતિથી મીડિએશન સેલ જઇ શકશે.
– PIL અથવા જનહિત અરજી હવે કંઝ્યૂમર ફોરમમાં ફોરમમાં ફાઇલ કરી શકાશે. પહેલાંના કાયદામાં આમ ન હતું.
– કંઝ્યૂમર ફોરમમાં એક કરોડ રૂપિયા સુધીના કેસ દાખલ થઇ શકશે.
– સ્ટેટ કંઝ્યૂમર ડિસ્પ્યૂટ રિડ્રેસલ કમીશનમાં એક કરોડથી દસ કરોડ રૂપિયા સુધી કેસોની સુનાવણી થશે.
– નેશનલ કંઝ્યૂમર ડિસ્પ્યૂટ રિડ્રેસલ કમીશનમાં દસ કરોડથી ઉપરના કેસોની સુનાવણી થશે.