દેશ: પાલઘર બાદ બુલંદશહરમાં બે સાધુઓની હત્યા, એક આરોપીની અટકાયત

અટલ સમાચાર, ડેસ્ક કોવિડ-19 સંક્રમણને ઝડપથી ફેલાતો રોકવા માટે દેશવ્યાપી લૉકડાઉન ચાલુ છે. લૉકડાઉનની વચ્ચે સોમવાર મોડી રાત્રે ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં બે સાધુઓની ધારદાર હથિયારોથી ઘાતકી હત્યા કરી દેવામાં આવી. સાધુઓની હત્યાથી ગામ લોકોમાં ઘણો રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. પોલીસે સાધુઓના શબને કબજામાં લઈ
 
દેશ: પાલઘર બાદ બુલંદશહરમાં બે સાધુઓની હત્યા, એક આરોપીની અટકાયત

અટલ સમાચાર, ડેસ્ક

કોવિડ-19 સંક્રમણને ઝડપથી ફેલાતો રોકવા માટે દેશવ્યાપી લૉકડાઉન ચાલુ છે. લૉકડાઉનની વચ્ચે સોમવાર મોડી રાત્રે ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં બે સાધુઓની ધારદાર હથિયારોથી ઘાતકી હત્યા કરી દેવામાં આવી. સાધુઓની હત્યાથી ગામ લોકોમાં ઘણો રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. પોલીસે સાધુઓના શબને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. ઘટનાસ્થળે પહોંચેલા એસએસપી બુલંદશહર સંતોષકુમાર સિંહે જણાવ્યું કે હત્યાના આરોપી મુરારીને ધરપકડ કરી લેવામાં આવી છે, તે નશામાં છે. તેની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બે સાધુઓની હત્યાની ગંભીર નોંધ લીધી છે. તેઓએ જિલ્લા અધિકારી, વરિષ્ઠ પોલીસ અધીક્ષક સહિત અનય વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે જઈ વિસ્તૃત રિપોર્ટ આપવા માટે કહ્યું છે. આરોપી સામે સખ્ત પગલાં લેવામાં આવે તેવું યોગીએ સૂચન કર્યું છે.

ઉત્તરપ્રદેશના બુંલદશહરના પગોના ગામમાં આવેાલ શિવ મંદિર ખાતે છેલ્લા લગભગ 10 વર્ષથી સાધુ જગનદાસ (55 વર્ષ) અને સેવાદાસ (35 વર્ષ) રહેતા હતા. બંને સાધુ મંદિરમાં રહીને પૂજા-અર્ચનામાં લીન રહેતા હતા. સોમવાર મોડી રાત્રે મંદિર પરિસરમાં જે બંને સાધુઓની ધારદાર હથિયારથી હુમલો કરી ઘાતકી હત્યા કરવામાં આવી. મંગળવાર સવારે ગામ લોકો મંદિર પહોંચ્યા તો તેઓએ સાધુઓના લોહીમાં લથપથ શબ પડેલા જોયા. ત્યારબાદ ત્યાં મોટી સંખ્યામાં ગામ લોકો એકત્ર થઈ ગયા.

મળતી વિગતો અનુસાર ગામ લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે જે પણ દોષી હશે તેની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત 17 એપ્રિલે મહારાષ્ટ્રના પાલઘરમાં બે સાધુ અને એક ડ્રાઇવરની લગભગ 200 લોકોની ભીડે મારપીટ કરીને હત્યા કરી દીધી હતી.