દેશઃ PNBને ચુનો લગાવનાર નીરવ મોદીએ આત્મહત્યાની ધમકી આપી

અટલ સમાચાર, ડેસ્ક પંજાબ નેશનલ બેંકના ફ્રોડ કેસના મુખ્ય આરોપી અને ભાગેડુ જાહેર હીરા ઉદ્યોગપતિ નીરવ મોદીને બ્રિટિશ કોર્ટ તરફથી આંચકો મળ્યો છે. કોર્ટે નીરવ મોદીની જામીન અરજી નામંજૂર કરી હતી. કોર્ટની સુનાવણી દરમિયાન નીરવ મોદી ફરી એક વખત ગુસ્સે થઈ ગયા. અને કહ્યું કે જો તેને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવે તો તે આત્મહત્યા કરશે.
 
દેશઃ PNBને ચુનો લગાવનાર નીરવ મોદીએ આત્મહત્યાની ધમકી આપી

અટલ સમાચાર, ડેસ્ક

પંજાબ નેશનલ બેંકના ફ્રોડ કેસના મુખ્ય આરોપી અને ભાગેડુ જાહેર હીરા ઉદ્યોગપતિ નીરવ મોદીને બ્રિટિશ કોર્ટ તરફથી આંચકો મળ્યો છે. કોર્ટે નીરવ મોદીની જામીન અરજી નામંજૂર કરી હતી. કોર્ટની સુનાવણી દરમિયાન નીરવ મોદી ફરી એક વખત ગુસ્સે થઈ ગયા. અને કહ્યું કે જો તેને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવે તો તે આત્મહત્યા કરશે. નીરવ મોદી 2 અબજ ડોલરના મની લોન્ડરિંગના મામલામાં ભારતને સોંપવા અંગે અને છેતરપિંડી સામે લડત લડી રહ્યા છે.

ભાગેડુ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદીએ કોર્ટ સમક્ષ હાજર થતાં જણાવ્યું હતું કે તેમને ત્રણ વખત જેલમાં માર મારવામાં આવ્યો છે. તેમણે ન્યાયાધીશને એમ પણ કહ્યું હતું કે જો કોર્ટે તેને ભારત પ્રત્યાર્પણ કરાવ્યું તો તે આત્મહત્યા કરી લેશે. પરંતુ તે પછી પણ જજે તેમને જામીન આપ્યા નહોતા. નીરવ મોદી તેમના વકીલ હ્યુગો કીથ સાથે કોર્ટમાં હાજર થયા. જ્યાં કીથે કોર્ટને જણાવ્યું હતું કે નીરવ મોદીને પહેલી વાર એપ્રિલમાં જેલમાં માર મારવામાં આવ્યો હતો. અને હાલમાં 5 નવેમ્બરના રોજ પણ તેમને જેલમાં માર મારવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, નીરવ ઇંગ્લેન્ડની સૌથી ભીડભરી જેલોમાંથી એક, દક્ષિણ-પશ્ચિમ લંડનની વેન્ડસવર્થ જેલમાં બંધ છે. બ્રિટનની ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસ (સીપીએસ) ના પ્રવક્તાએ કહ્યું હતું કે નીરવની જામીન અરજી પર વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં 6 નવેમ્બર, બુધવારે સુનાવણી થશે. સુનાવણી પહેલાં અરજીના આધારને જાહેર કરી શકાશે નહીં એમ પણ કહ્યું હતું. પ્રવક્તાએ કહ્યું કે સુનાવણી દરમિયાન સી.પી.એસ. કોર્ટમાં પ્રત્યાર્પણના કેસમાં ભારત સરકાર માટે હાજર થઈ રહી છે.