દેશ: નિર્ભયાના દોષિતોએ મોતના ડરથી ખાવા-પીવાનું પણ છોડ્યું

અટલ સમાચાર, ડેસ્ક નિર્ભયા મામલાના દોષિતોની વિરુદ્ધ ડૅથ વૉરન્ટ જાહેર થયા બાદથી તેમના ચહેરા પર મોતનો ડર સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. ચારેય દોષી આખી રાત પોતાના સૅલમાં ક્યારેક આંટા મારતા તો ક્યારેક પડખા ફેરવાતાં જોવા મળે છે. ફાંસીના ડરથી સ્થિતિ એવી થઈ ગઈ છે કે દોષિતોએ મંગળવારે ખાવાનું પણ ન ખાધું. સજાથી બચવાની આશા
 
દેશ: નિર્ભયાના દોષિતોએ મોતના ડરથી ખાવા-પીવાનું પણ છોડ્યું

અટલ સમાચાર, ડેસ્ક

  નિર્ભયા મામલાના દોષિતોની વિરુદ્ધ ડૅથ વૉરન્ટ જાહેર થયા બાદથી તેમના ચહેરા પર મોતનો ડર સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. ચારેય દોષી આખી રાત પોતાના સૅલમાં ક્યારેક આંટા મારતા તો ક્યારેક પડખા ફેરવાતાં જોવા મળે છે. ફાંસીના ડરથી સ્થિતિ એવી થઈ ગઈ છે કે દોષિતોએ મંગળવારે ખાવાનું પણ ન ખાધું. સજાથી બચવાની આશા રાખીને બેઠેલા ચારેય દોષિતોએ છેલ્લા બે દિવસોમાં એક-બીજા સાથે વાત પણ નથી કરી.

નિર્ભયા મામલે ચારેય દોષિતોમાંથી ત્રણ દોષી અક્ષય, પવન અને મુકેશ જેલ નંબર બેમાં કેદ છે, જ્યારે વિનય શર્મા જેલ નંબર ત્રણમાં કેદ છે. ચારેય દોષિતોને અલગ-અલગ સૅલમાં રાખવામાં આવ્યા છે અને દરેક દિવસ તેમના સૅલની તલાશી કરવામાં આવી રહી છે. તિહાડ જેલના સૂત્રોએ જણાવ્યું કે, મંગળવારે જ્યારે કોર્ટે ચારેયને ડૅથ વૉરન્ટ જાહેર કર્યું તો ચારેય દોષી પરેશાન થઈ ગયા. પવન અને અક્ષયે તો ભોજન પણ ન લીધું. જોકે, બુધવારે ચારેય દોષિતોએ થોડો નાસ્તો કર્યો.

તિહાડ જેલના સૂત્રો મુજબ, બુધવાર સવારે લગભગ 10 વાગ્યે ચારેય દોષિતોને જેલની હૉસ્પિટલમાં તપાસ માટે લાવવામાં આવ્યા. અહીં તેમનું મેડિકલ થયું. આ દરમિયાન પણ ચારેયે પરસ્પર કોઈ વાત ન કરી. ત્યારબાદ તેમને પરત સૅલમાં બંધ કરી દેવામાં આવ્યા. મળતી માહિતી મુજબ ચારેય દોષિતોની 22 ફેબ્રુઆરી સુધી રોજ તપાસ કરવામાં આવશે. જેલ અધિકારીઓનું કહેવું છે કે વજન, હૃદય ગતિ સહિત અન્યની તપાસ ફાંસી આપવા સુધી થતી રહેશે.

નિર્ભયા કાંડના ચારેય દોષિત ડૅથ વૉરન્ટ બાદ હવે ક્યૂરેટિવ અપીલ દાખલ કરી શકે છે. ચારેય દોષિતોને કોર્ટ તરફથી જાહેર કરવામાં આવેલા ડૅથ વૉરન્ટની એક-એક ફોટોકૉપી રાત્રે જ પૂરી પાડવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે તમામ દોષિતોના વકીલ ક્યૂરેટિવ અપીલ ક્યારે દાખલ કરે છે.