દેશઃ OMG પતિ રોજ બ્રશ ના કરવાથી પત્નીએ માગ્યા તલાક, જાણો વિગતો

અટલ સમાચાર, ડેસ્ક બિહારની રાજધાની પટના તલાક એક અજીબો ગરીબ કેસ આવ્યો છે. જેમાં પત્નીની વ્યથા સાંભળી તમે પણ કહેશો કે આ તો ના ચાલે! પત્નીએ પતિની ગંદી આદતોના કારણે કંટાળીને પતિથી તલાકની માંગણી કરી છે. પત્નીનો આરોપ છે કે તેનો પતિ સ્નાન કરવો કે રોજ બ્રશ કરવા જેવી ચોખ્ખાઇ પણ નહતો રાખતો. ગુરુવારે પટના
 
દેશઃ OMG પતિ રોજ બ્રશ ના કરવાથી પત્નીએ માગ્યા તલાક, જાણો વિગતો

અટલ સમાચાર, ડેસ્ક

બિહારની રાજધાની પટના તલાક એક અજીબો ગરીબ કેસ આવ્યો છે. જેમાં પત્નીની વ્યથા સાંભળી તમે પણ કહેશો કે આ તો ના ચાલે! પત્નીએ પતિની ગંદી આદતોના કારણે કંટાળીને પતિથી તલાકની માંગણી કરી છે. પત્નીનો આરોપ છે કે તેનો પતિ સ્નાન કરવો કે રોજ બ્રશ કરવા જેવી ચોખ્ખાઇ પણ નહતો રાખતો. ગુરુવારે પટના સ્થિતિ મહિલા આયોગ કાર્યલયમાં એક અજીબો ગરીબ મામલો સામે આવ્યો. પીડિત પત્નીનું કહેવું હતું કે બ્રશ ન કરવાના કારણે તેના પતિના મોંથી ગંદી દુગંધ આવતી હતી. અને સાથે જ તે 10-10 દિવસ સુધી નાહતો નહતો.

પતિની આ ગંદી આદતોના કારણે પત્નીએ મહિલા આયોગમાં તલાકની અરજી નાંખી. અને હવે તે આ પતિથી છુટકારો મેળવવા માંગે છે. પીડિતાનું નામ સોની દેવી છે. તે વૈશાલી જિલ્લામાં આવેલા નયા ગાંવની રહેવાસી છે. સોની દેવીના લગ્ન વર્ષ 2017માં થયા હતા. તેમના પતિનું નામ મનીષ રામ છે અને તે પણ વૈશાલીનો જ રહેવાસી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સોની દેવીના કહેવા મુજબ લગ્ન પહેલા તે મનીષને ના તો મળી હતી ના જ તેમની વચ્ચે કોઇ પ્રકારની વાતચીત થઇ હતી. પહેલી વાર તે પોતાના પતિને લગ્નના મંડપમાં મળી હતી. લગ્ન પછી વિદાય થઇને સોની જ્યારે સાસરીમાં આવી તો પતિની ગંદી આદતોથી પરેશાન થઇ ગઇ. સોની દેવીનું કહેવું છે કે તેમના પતિ મનીષ રામને સારી રીતે બોલતા પણ નથી આવડતું. તે ગામડાની ભાષામાં જ વાત કરે છે. સોનીનું કહેવું છે કે અત્યાર સુધી તેમની વચ્ચે પતિ પત્નીના સંબંધો પણ નથી બંધાયા.

અને હવે તે માત્ર અને માત્ર આ લગ્ન જીવનથી મુક્તિ મેળવવા ઇચ્છે છે. જો કે મહિલા આયોગે સમજદારી બતાવતા સંબંધોને બચાવવા માટે પતિ પત્નીને વધુ એક તક એકબીજાને આપવા જણાવ્યું. અને આયોગ સામે 2 મહિના પછી ફરી આવવાની તારીખ આપી. મહિલા આયોગની સદસ્ય પ્રતિમા સિંહાએ કહ્યું કે બંનેને એક તક મળવી જોઇએ. સાથે જ અમે પતિ મનીષ રામને સમજાયું કે તેણએ નિમમિત સ્નાન અને બ્રશ કરવો જોઇએ.