દેશઃ પાકિસ્તાને તાજ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી

અટલ સમાચાર, ડેસ્ક મુંબઇ સ્થિત તાજ હોટલને બોમ્બથી ઉડાવાની ધમકી ભર્યો ફોન આવ્યો છે. હાલ સુધી મળેલી સુચના મુજબ આ ફોન પાકિસ્તાનથી આવ્યો છે. ફોન કરનાર વ્યક્તિએ કહ્યું કે કરાચી સ્ટૉક એક્સચેંજમાં જે આતંકી હુમલો થયો તેણે પુરી દુનિયાએ જોયો છે. હવે ભારતની તાજ હોટલમાં 26/11 જેવો હુમલો ફરી એક વાર કરવામાં આવશે. અટલ સમાચાર
 
દેશઃ પાકિસ્તાને તાજ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી

અટલ સમાચાર, ડેસ્ક

મુંબઇ સ્થિત તાજ હોટલને બોમ્બથી ઉડાવાની ધમકી ભર્યો ફોન આવ્યો છે. હાલ સુધી મળેલી સુચના મુજબ આ ફોન પાકિસ્તાનથી આવ્યો છે. ફોન કરનાર વ્યક્તિએ કહ્યું કે કરાચી સ્ટૉક એક્સચેંજમાં જે આતંકી હુમલો થયો તેણે પુરી દુનિયાએ જોયો છે. હવે ભારતની તાજ હોટલમાં 26/11 જેવો હુમલો ફરી એક વાર કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તાજ હોટલમાં પાકિસ્તાનની આવેલા ધમકી ભર્યા ફોનની જાણકારી મુંબઇ પોલીસને આપવામાં આવી છે. પાકિસ્તાનથી આ ફોનને આવ્યા પછી મુંબઇ અને તાજની સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. રાતે આવેલા ફોન પછી મુંબઇ પોલીસ અને હોટલ સ્ટાફે મળીને સુરક્ષા તપાસ કરી હતી. અને અહીં આવતા ગેસ્ટની પણ ફરી એક જાણકારી ભેગી કરી હતી. હોટલ સ્ટાફ પણ ગેસ્ટની દરેક હરકત પર નજર રાખવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ દક્ષિણ મુંબઇમાં નાકાબંધી અને તલાસી સધન કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે 26 નવેમ્બર 2008ના રોજ મુંબઇમાં આતંકી હુમલો થયો હતો. આ ઘટનામાં 166 લોકોની મોત થયા હતા. અને 300 વધુ લોકો ઝખમી થયા હતા. 60 કલાક ચાલેલા આ મોતના કહેરને સમગ્ર દેશ ગમગીન થયો હતો. મુંબઇ આતંકી હુમલાના એકમાત્ર આતંકી અઝમલ કસાબને જીવતો પકડવામાં આવ્યો હતો. અને પુછપરછ પછી તેને કબલ્યૂ હતું કે તે પાકિસ્તાનના ઇશારા પર આ આતંકી હુમલાને અંજામ આપ્યો હતો.