દેશ: પાકિસ્તાનની અવળચંડાઇ, કુલભૂષણને બીજીવાર રાજદ્વારી સહાય નહીં મળે

અટલ સમાચાર,ડેસ્ક
પાકિસ્તાને કુલભૂષણ જાધવને બીજી વાર કૉન્સ્યુલર ઍક્સેસ આપવાનો ઇન્કાર કરી દીધો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો. મોહમ્મદ ફૈસલએ કહ્યું કે, કુલભૂષણ જાધવને બીજી વાર રાજદ્વારી સહાય નહીં મળે. નોંધનીય છે કે, આ મહિનાની 2 તારીખે જાધવ સાથે પાકિસ્તાનમાં ભારતના ડેપ્યુટી હાઇ કમિશ્નર ગૌરવ અહલૂવાલિયા ની અજાણ્યા સ્થળે મુલાકાત કરી હતી.

કુલભૂષણ જાધવ આતંકવાદ, જાસૂસી અને ગડબડ ફેલાવવાના આરોપમાં 2016થી પાકિસ્તાનની કસ્ટડીમાં છે અને 2017માં તેમને એક આર્મી કોર્ટે મોતની સજા ફટકારી હતી. ભારત કહેતું રહ્યું છે કે તેમને ઈરાનથી કિડનેપ કરવામાં આવ્યા હતા અને પાકિસ્તાનમાં તેમની હાજરી ક્યારેય પુરાવાઓ સાથે નથી રજૂ કરવામાં આવી.
Dr Mohammad Faisal, Spokesperson, Ministry of Foreign Affairs, Pakistan: There would be no second consular access to Kulbhushan Jadhav. (file pic) pic.twitter.com/zthz4Zewfh
— ANI (@ANI) September 12, 2019
ઉલ્લેખનિય છે કે, ભારતીય નેવીના 49 વર્ષીય સેવાનિવૃત્ત અધિકારી જાધવને પાકિસ્તાનની આર્મી કોર્ટે જાસૂસી અને આતંવાદના ગુનામાં એપ્રિલ 2017માં મોતની સજા ફટકારી હતી. ભારતનું કહેવું છે કે જાધવનું ઈરાનથી અપહરણ કરવામાં આવ્યું હતું જ્યાં તેઓ નેવીથી સેવાનિવૃત્ત થયા બાદ વેપારના ઉદ્દેશ્યથી ગયા હતા અને તેમની પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. ત્યારબાદ ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.